Entertainment

VIDEO : ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું કડવું સત્ય સામે લાવવા અભિનેત્રીએ ખુલ્લેઆમ કપડા ઉતારીને કર્યું પ્રદર્શન

 ૭ એપ્રિલની સવારે હૈદરાબાદના ફિલ્મનગર સ્થિત તેલુગુ ફિલ્મ ચેમ્બર ઓફ કોમર્સની ઓફિસની બહાર તે સમયે સનસનાટી મચી ગઇ જયારે ઉભરતી અભિનેત્રી શ્રી રેડ્ડીએ ખુલ્લેઆમ એક એક કરીને કપડા ઉતારવાના શરૂ કર્યા. તેના આ હરકત કેમેરામાં કેદ કરી લેવામાં આવી.

શ્રી રેડ્ડીએ આ વિરોધ માટે કર્યું. તેનુ કહેવુ છે સ્ટ્રિપ પોેટ્રેસ્ટ તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફેલાયેલા કાસ્ટીંગ કાઉચના વિરોધમાં હતું. શ્રી રેડ્ડીના અનુસાર તેનું શારીરિક શોષણ ઘણા ફિલ્મ નિર્માતા અને નિર્દેશકોએ કર્યું. સાથે જ મુવી આર્ટીસ્ટ એસોસીએશનએ તેને મેમ્બરશીપ પણ ન આપી જયારે તે ત્રણ ફિલ્મોમાં અભિનય કરી ચુકી છે.

શ્રી રેડ્ડીએ જણાવ્યું કે ઘણા નિર્માતાઓ ફિલ્મમાં રોલ દેવા માટે પહેલા તેના ન્યુડ ફોટો અને વીડિયાની ડિમાન્ડ કરી જે તેને પુરી કરી. ઘણાએ તો લાઇવ ન્યુડ વીડીયોઝની પણ ડિમાન્ડ કરી. તે નિર્માતાઓએ વીડિયો જોઇ લીધા અને પોતાનું વચન પાળ્યું નહીં.

શ્રી રેડ્ડીએ આરોપ લગાવ્યો કે રોલ માંગવાવાળી મોટાભાગની છોકરીઓ સાથે આવો વ્યવહાર કરવામાં આવે છે. તેલુગુ છોકરીઓને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં રોલ નથી આપવામાં આવતા અને છોકરીઓને કામ દેવાના બહાને તેનું યૌન શોષણ કરવામાં આવે છે.

શ્રી રેડ્ડીએ ફિલ્મ ચેમ્બરની બહાર સલવાર-કમીઝ કેમેરાની સામે ઉતારી દીધા તેના જણાવ્યા મુજબ પોતાની વાત કહેવાનો તેને આ રસ્તો સાચો લાગ્યો.

તે કહેતી હતી કે રોલ તો મુંબઇની છોકરીઓને આપવામાં આવે છે અને લોકલ ગર્લ્સને રોલ દેવાના નામ પર યૌન શોષણ થાય છે.

Loading...

More Videos