પ્રિયંકા ચોપરાની એંગેજમેન્ટ રિંગની કિંમત જાણીને તમે પણ રહી જશો દંગ

20 Aug, 2018

પ્રિયંકા ચોપરાની રિંગ ફિંગરમાં એક મોટી ડાયમંડની વીંટી દેખાતા તેનાં ચાહકોમાં ફરી અટકળોનો દોર શરૂ થયો છે. હાલમાં જ પ્રિયંકા ચોપરાએ રવિના ટંડન સાથે લીધેલી એક સેલ્ફીમાં પ્રિયંકાનાં હાથમાં એક હીરા જડિત વીંટી દેખાઈ રહી છે અને તે વીંટી તેની રિંગ ફિંગરમાં હોવાને કારણે તે તેની એંગેજમેન્ટની વીંટી હોવાનો ક્યાસ લગાડવામાં આવી રહ્યો છે.

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસનાં વેવિશાળનાં સમાચારો છેલ્લાં ઘણાં દિવસોથી મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર રહ્યાં છે ત્યારે, પ્રિયંકા ચોપરાનો એક વીડિયો વાયરલ થયો છે કે જ્યારે એરપોર્ટ પર તે મીડિયાથી પોતાની રિંગ છૂપાવતી નજરે પડી હતી. પરંતુ, હવે બોલિવુડ ફેશન ડિઝાઇનર મનિષ મલ્હોત્રાની 15મી ઓગસ્ટે યોજાયેલી પાર્ટીમાં પ્રિયંકા ચોપરાની આ રિંગનો ફોટો સામે આવ્યો છે. આ પાર્ટીમાં પ્રિયંકા ચોપરાની રિંગ ફિંગરમાં એક મોટી ડાયમંડ રિંગ જોવા મળી રહી છે. રવિના ટંડન સાથે પ્રિયંકાએ લીધેલી સેલ્ફીમાં આ વીંટી નજરે ચડી રહી છે, જેને લઈને પ્રિયંકા અને નિકનાં વેવિશાળને વાતની ચર્ચાઓ શરૂ થઈ છે.

સિલ્વર બેંડવાળી આ વીંટી ટિફની (Tiffany & Co) બ્રાન્ડની છે, જેની કિંમત બે લાખ ડોલર એટલે કે 1.4 કરોડ રૂપિયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પ્રિયંકાની આ કૂશન રિંગ ચાર કેરેટની છે. આ રિંગ સાથે પોપ્યૂલર જી કલર એટલે કે કાચ જેવા દેખાતા ડાયમંડની છે. આ ડાયમંડનો કોઈ રંગ નથી હોતો અને તે VS1 કે જે ડાયમંડની સૌથી શ્રેષ્ઠ ક્વોલિટી છે તેની રિંગ છે.

અહીં ઉલ્લેખનીય છે કે, નિક જોનાસ અને તેનો પરિવાર 18મી તારીખે યોજાનારી પ્રિયંકાની પાર્ટી માટે મુંબઈ આવી ગયા છે અને આ પાર્ટી પ્રિયંકા અને નિકની એંગેજમેન્ટ પાર્ટી હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.