તમારી સેક્સ લાઈફને મજેદાર બનાવશે આ યોગાસન

22 Jun, 2018

 શું તમે એ વાત જાણો છો કે સેક્સ લાઈફને મજેદાર બનવવા માટે કેટલાક યોગાસનો મદદરૂપ થાય છે. આ આસનની મદદથી તમે પેલ્વિક અને કીગલ એરિયાના મસલ્સને મજબૂત બનાવી શકો છો. 

 
નાવાસન : આ આસન કરતી વખતે તમારું શરીરને નાવ એટલે કે હોડીના આકારમાં આવી જાય છે. આ આસન કરવાથી તમારા પેલ્વિકના મસલ્સ મજબૂત બને છે. આ આસનથી હિપ અને પેટ પર દબાવ પડવાથી શરીરમાં મજબૂતી આવે છે.
મર્જરી આસન : આ આસનને કેટ પોઝના નામે પણ ઓળખવામાં આવે છે. આ આસન કરવાથી તમારા પેલ્વિક એરિયામાં બ્લડનું સર્કુલેશન વધે છે અને પ્રાઈવેટ પાર્ટને સપોર્ટ મળે છે. પ્રાઈવેટ પાર્ટના મસલ્સ મજબૂત હોવાથી તમારી સેક્શુઅલ પરફોર્મેન્સમાં સુધારો આવે છે.
ઉપવિષ્ઠ કોણાસન : આ આસન જોવામાં અને સાંભળવામાં જેટલું અઘરું લાગે છે પરંતુ તેવું નથી. આ આસનામાં પગને પહોળા કરીને કમરથી નીચે નમવાનું છે. જેનાથી તમારા હિપ્સ ફ્લેક્સિબલ થાય છે. સેક્સ દરમિયાન તમે કોઈ અઘરી પોઝીશન ટ્રાય કરશો તો તે સમયે મજબૂત હિપ્સ તમને પૂરો સપોર્ટ કરે છે. આ સાથે ઉપવિષ્ઠ કોણાસન જેનિટલ્ઝના બ્લડનો ફ્લો વધે છે.
ભુજંગાસન : આસનના નામથી જ સમજી શકાય છે કે આ આસન પીઠ અને કમરને બેન્ડ કરવાનું આસન છે. એકસપર્ટની સલાહ મુજબ પુરૂષોને આ આસન કરવાથી તેમના પેલ્વિકનો ભાગ મજબૂત થાય છે.
હલાસન : આ આસનમાં તમે બોડીને પાછળની તરફ લઈ જવાની હોય છે, બેકસાઈડ પગના અંગૂઠાને જમીન સાથે ટચ કરવાના હોય છે. શરીરને ફ્લેક્સીબલ બનાવવા માટે આ સરળ આસન છે. આ આસન નિયમિત કરવાથી તમને સેક્સની પોઝીશનમાં સરળતા રહેશે. આ આસનથી મગજમાં પણ બ્લડ સર્કુલેશન વધે છે.
પદ્માસન : શાંત અને પ્રસન્ન મનથી સેક્સ કરવામાં જે આનંદ આવે છે તે અન્ય કોઈમાં આવતો નથી. પદ્માસનથી તમારી હિપના મસલ્સ મજબૂત થાય છે સાથે મન પણ રિલેક્સ રહે છે. એટલા માટે આ આસન સેક્સ માટે ખુબ જ મદદરૂપ છે.
કપલ યોગ : જ્યારે તમે પાર્ટનર સાથે યોગ કરો છો તેને કપલ યોગા કહેવામાં આવે છે. એક બીજા સાથે સમય પસાર કરવાની તક મળે છે. જેનાથી તમારી વચ્ચે કોર્ડિનેશન પણ વધુ સારું થશે જે તમને બેડ પર કામ આવશે.