મૃત્યુ પછી મહિલાએ તાબૂતમાં બાળકને જન્મ આપ્યો, જાણીને વૈજ્ઞાનિક પણ દંગ રહી ગયા

14 Jul, 2018

 દુનિયા રહસ્યોથી ભરેલી છે, દરરોજ કોઇને કોઇ એવી ઘટનાની જાણકારી મળે છે જેને જાણ્યા પછી સ્વીકાર કરવું મુશ્કેલ થઇ જાય છે કે સાચે જ આવું થઇ શકે. થોડાક દિવસો પહેલા સાઉથ આફ્રિકામાં એક ગામમાં એવી ઘટના થઇ કે વૈજ્ઞાનિક પણ મોં ખોલીને માથું ખંજવાળા લાગ્યા. અહીં એક મહિલાએ મૃત્યુ પછી બાળકને જન્મ આપ્યો.

ઘટના સાઉથ આફ્રિકાના મથિયાસી નામના એક ગામની છે. અહીં એક ગર્ભવતી મહિલાનો મૃત્યુ થઇ ગયું. મોત પછી ૧૦ દિવસો સુધી તેની ડેડબોડીને હોસ્પિટલમાં રાખવામાં આવી. ૧૦ દિવસો પછી હોસ્પિટલે તાબૂતની સાથે મહિલાના પાર્થિવ શરીરને પરિવારને સોંપ્યો. પરિવારવાળાઓએ જયારે ડેડબોડીને ઘરે લઇને આવ્યા અને તાબુત ખોલીને જોયું કો મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. તાબૂતમાં બંધ હોવાના કારણે બાળકનું પણ મૃત્યુ થઇ ગયું હતું.
 

હકીકતમાં મહિલાનું જયારે મૃત્યુ થયું ત્યારે તે ૯ મહિનાની ગર્ભવતી હતી. ૧૦ દિવસો સુધી ડેડબોડી હોસ્પિટલમાં રાખવામાં આવી હતી જયાં તેના શરીર તાપમાનમાં સુરક્ષિત રાખવામાં આવ્યું હતું. શરીરની ક્રિયાઓ બંધ થવાને કારણે શરીરના અંદર તમામ રીતની ગેસ બનવા લાગે છે. પેટ ફુલવાને અને અત્યંત ગેસ થવાને કારણે બાળક બહાર આવી ગયું હતું. જો કે એ નકકી નથી થયું શકયું કે જયારે બાળકે જન્મ લીધો ત્યારે તે જીવતું હતું મૃત.