ટૉર્ટિલા પિનવીલ્સ

12 Dec, 2016

સામગ્રી
 અડધો કપ આલાપેનો મરચાં કાપેલાં
 અડધો કપ લાલ કૅપ્સિકમ અથવા ક્રેનબેરીઝ કાપેલાં
 ૧/૪ કપ લીલા કાંદા પાંદડાં સાથે કાપેલા
 બસો ગ્રામ ક્રીમ ચીઝ (ચીઝ સ્પ્રેડ)
 અડધો કપ ફેટા ચીઝ અથવા ક્રમ્બલ્ડ પનીર
 મીઠું
 ૩-૪ નંગ મોટી સાઇઝની ટૉર્ટિલા પાલક અથવા પ્લેન

રીત
૧. એક બોલમાં ટૉર્ટિલા છોડીને બધી સામગ્રી મિક્સ કરવી.
૨. એક ટૉર્ટિલા પર ૧/૪ મિશ્રણ પાથરવું. એનો ટાઇટ રોલ વાળવો.
૩. આ રોલને ક્લીન ફિલ્મથી કવર કરી ફ્રિજમાં એક કલાક રાખવું.
૪. ફ્રિજમાંથી બહાર કાઢી એને પાતરાની જેમ કટ કરી સૉસ, ચટણી અથવા સાલ્સા સાથે સર્વ કરવું.
નોંધ
૧. ઘઉંના લોટમાં અથવા મલ્ટિગ્રેન લોટમાં પાલકની બાફેલી પેસ્ટ ઉમેરી કાચી-પાકી રોટલી બનાવી લેવી. એ વાપરી શકાય.
૨. બ્લૅક અથવા ગ્રીન ઑલિવ વાપરી શકાય (બે ટેબલ-સ્પૂન).