તિરુપતિ બાલાજી મંદિરમાં ૨૦૦૦ વર્ષમાં એક દિવસનું સૌથી વધુ દાન મળ્યું, આંકડો જાણીને આંખો ચાર થઇ જશે...

27 Jul, 2018

 અહીં ભગવાન વંકટેશ્ર્વરના વિશ્ર્વ પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ તિરુપતિ બાલાજી મંદિરમાં ગુરૂવારેના હુંડી(દાનપાત્ર)માં ૬.૨૮ કરોડ રૂપિયાનું દાન જમા કરવામાં આવ્યું. આ મંદિરના ૨૦૦૦ વર્ષના ઇતિહાસમાં એક દિવસના દાનની સૌથી મોટી રકમનો રેકોર્ડછ ે.

મંદિર પ્રબંધન અનુસાર, અગણિત સંપત્તિના માલિક આ મંદિરના ઇતિહાસમાં આ પહેલા એક દિવસમાં સોથી વધારે દાન આવવાનો રેકોર્ડ ૫.૭૩ કરોડ રૂપિયા હતો. જે વર્ષ ૨૦૧૨માં રામનવમીમાં માંગલિક આયોજનના અવસર પર નોંધાયો હતો. આ પહાડી મંદિરમાં આખું વર્ષ રોજ હજારો શ્રદ્ધાળુ પહોંચે છે. જેની તરફથી રોજ એવરજ ૨.૫ કરોડથી ૩.૫ કરોડ રૂપિયા સુધી દાન કરવામાં આવે છે. 
 

માનવામાં આવી રહયું છે કે ગુરૂવારે આ દાનપાત્રમા નીકળેલા દાનની રકમ ૬.૨૮ કરોડ રૂપિયા સુધી પહોંચી તે માટે એક અથવા બે શ્રદ્ધાળુઓ તરફથી જમા કરવામાં આવે રકમ જવાબદાર છે. જેમને ગોપનીય રીતે તેમાં કરોડો રૂપિયા જમા કરાવ્યા છે.