સ્વીટ કૉર્ન રાઇસ

07 Nov, 2016

સામગ્રી

 ૧ નાની વાટકી ભરીને બાફેલા સ્વીટ કૉર્ન (હળદર-મીઠું નાખીને)
 ૧ મોટો વાટકો ભરીને રાંધેલા ભાત
 અડધી ચમચી રાઈ-જીરું
 એક લીલું મરચું
 બે ચમચી તેલ

રીત

એક તપેલીમાં અડધો ગ્લાસ પાણી લઈ મીઠું, હળદર નાખી સ્વીટ કૉર્ન પાંચ મિનિટ સુધી બફાવા દેવા. પછી ચાળણીમાં કાઢી સૂકા થઈ જવા દેવા. એક લોયામાં તેલ નાખી એમાં લીલાં મરચાં, રાઈ-જીરું નાખી સ્વીટ કૉર્ન નાખી થોડી વાર હલાવવું. એમાં પ્રમાણસર મીઠું, હળદર નાખી અને પછી ભાત નાખી હલાવી નાખવું અને ગૅસ પરથી નીચે ઉતારી લેવું.

ગાર્નિશિંગ : ગાર્નિશિંગ માટે ઉપર કોથમીર નાખી સર્વ કરવું.