પતિનું એડલ્ટ ઇન્ડસ્ટ્રીમાં આવવા પર સની લિયોનીએ કર્યો ચોંકાવનારો ખુલાસો

23 Aug, 2018

સની લિયોનીએ 6 વર્ષ પહેલા 'જિસ્મ 2' ફિલ્મથી હિંદી સિનેમાજગતમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મથી સની લિયોનીને એક ઓળખ તો મળી પરંતુ સાથે સાથે એની પાસે બીજી ફિલ્મોની ઓફર આવવા લાગી. જો કે સનીનું પોર્ન ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી બોલીવુડમાં આવવું હંમેશા વિવાદોમાં રહ્યું છે. આ વચ્ચે સની લિયોનીએ પોતાના પતિ ડેનિયલનું પોર્ન ઇન્ડસ્ટ્રીમાં આવવાનો ખુલાસો કર્યો છે જે ચોંકાવનારો છે.

સનીની પર્સનલ લાઇફ લોકો માટે ખુલ્લી જ છે. એ ઘણી વખતે પોર્ન ઇન્ડસ્ટ્રીમાં આવવાનુ કારણ ઇન્ટરવ્યુમાં કહી ચુકી છે. સની લિયોનીની તાજેતરમાં જ વેબ સીરિઝ પણ રિલીઝ થઇ છે જેનું નામ 'કરણજીત કૌર-ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ લિયોની છે.' આ સીરિઝમાં સનીની જીંદગીના એ પહેલુઓનો ઉલ્લેખ કર્યો છે જે કદાચ જ કેટલાક લોકો જાણતા હશે. સની લિયોનીએ પોતાના પતિ ડેનિયલ માટે એવી ચીજ જણાવી છે જેને જાણીતે તમે સની અને એના પતિના બોન્ડિંગનો અંદાજો લગાવી શકો છો. સની લિયોનીએ જણાવ્યું 'ડેનિયલે એડલ્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મારા કારણે કામ કરવાનું શરૂ કર્યું. કોઇ બીજા સાથે મને એડલ્ટ ફિલ્મમાં જોઇને એ બિલકુલ કમ્ફર્ટેબલ નહતો. ડેનિયલે મારા સપરનાને એના સમજીને પૂરા કર્યા. એને મને વિશ્વાસ અપાવ્યો કે એવું કંઇ પમ નથી કે જેને પૂરું કરી શકાય નહીં.'છેલ્લા કેટલાક દિવસથી સની લિયોની પોતાની બાયોપિકને લઇને ખૂબ ચર્ચામાં રહી. જ્યારે સનીને પૂછવામાં આવ્યું કે પોતાની જૂની લાઇફને ફરીથી વ્યક્ત કરવા પર કેવું લાગ્યું? સનીએ એની પર કહ્યું હતું, 'મારા માટે આ સીરિઝને શૂટ કરવું ખૂબ મુશ્કેલ હતું. હું કહી શકતી નથી કે મારી પર શું વિત્યું છે. બીજી સિઝને મને પૂરી રીતે તોડી નાખી હતી. હજું હું એમાથી બહાર આવી નથી. '