શું તમે આ 6 સમયે મોબાઈલ યુઝ કરો છો ? તો બંધ કરી દેજો નહીં તો ગંભીર પરિણામ આવી શકે છે

25 Jul, 2018

 જો તમે આ નથી જાણતા તો તમે તમારા ફોનમાં ખરેખર શું સર્ચ કરવા માગો છો, એ સવાલનો જવાબ પણ તમે નહીં જ જાણતા હોવ. હકીકતમાં, બધા જ જાણે છે કે સવારમાં ઉઠતાંની સાથે જ ફોન ચેક કરીને આપણે આપણા દિવસને ગંભીર નુકસાન પહોંચાડી રહ્યા છીએ. ગૂગલના પૂર્વ ડિઝાઈન એથિસિસ્ટ ત્રિસ્ટાન હેરીસે જણાવ્યું કે, આવું કરીને તમે તમારા રૂટિનને હાઈજેક કરી રહ્યા છો. યુકેમાં થયેલા એક અભ્યાસમાં કહેવાયું છે કે, આવું કરવું તમને વધારે ચિંતાતુર બનાવશે અને માનસિક તણાવમાં મૂકી દેશે, એટલું જ નહીં તમને વધુ ખુશ પણ નહીં કરે.

અભ્યાસ કહે છે કે મોબાઈલ ફોન ચિંતા વધારે છે અને એ એવી લાગણી નથી હોતી કે કોઈ મહત્વની મીટિંગ પહેલા અનુભવવા ઈચ્છતી હોય. યુકેની એક ફર્મના સીઈઓ ડેબોરા સ્વીનીએ જણાવ્યું કે, આવું કરવાથી વ્યક્તિની કાર્યક્ષમતા પર અસર પડે છે.


મોટાભાગે એવું બનતું હોય છે કે, જ્યારે તમે તમને સોપાયેલા કોઈ અસાઈનમેન્ટને પુરું કરવા માટે પુરેપુરું ફોકસ કરીને કામ કરી રહ્યા હોવ ત્યારે જ મોબાઈલની રીંગ વાગે છે. તમે જ્યારે તે ફોન ઉપાડો છો ત્યારે તમારે થોડી મિનિટો તો બગડે જ છે, સાથે જ તમે જે કામ કરી રહ્યા હતા તેમાંથી પણ તમારું ધ્યાન હટી જાય છે. કેરિયર કોચ સ્વીટ વાંગ કહે છે કે, આ બાબત તમારી કામની રિધમ બગાડી નાખે છે.


વાંચન તમારા મનને પ્રફુલ્લિત બનાવે છે, એટલું જ નહીં તે તમારી યાદશક્તિ પણ વધારે છે અને મગજના કોષોને જાગૃત રાખે છે. પણ, જ્યારે તમે વાંચવાની સાથે મોબાઈલનો ઉપયોગ પણ કરો છો ત્યારે તમે વાંચવાથી થતા ફાયદાને નુકસાન પહોંચાડો છો. આવું કરવાથી વાંચનથી મળનારા લાભને હાનિ પહોંચે છે.


એ વાત સાબિત થઈ ચૂકી છે કે, સ્ક્રીન્સ અને ઊંઘ એ એકબીજાના દુશ્મન છે. તમારા મોબાઈલની સ્ક્રીન્સમાંથી બહાર આવતી બ્લૂ લાઈટ ઊંઘ માટે જવાબદાર હોર્મોન્સને નુકસાન પહોંચાડે છે. સૂવાના 30 મિનિટ પહેલા મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાનું બંધ કરી દેવું હિતાવહ છે.

મોટાભાગે દરેક વ્યક્તિ રાત્રે એક કે બે વખત જાગે છે. આજે, આપણામાંથી મોટાભાગના લોકો રાત્રે ઊંઘ ઉડી જાય ત્યારે મોબાઈલ ફોન ચેક કરતા જ હોઈએ છીએ. આ વધુ એક ખરાબ આદત છે જે તમારી ઊંઘને ભયાનક રીતે નુકસાન પહોંચાડી શકે છે અને તેના કારણે તમે બીજા દિવસે કોઈ કામ કરવા જેવા રહેતા નથી.