માતાનો બળાત્કાર જોવા બાળકોને મજબુર કરવામાં આવી રહયા છે આ દેશમાં

24 Feb, 2018

સંયુકત રાષ્ટ્રનું કહેવું છે કે દક્ષિણ સુડાનમાં મહિલાઓની સાથે માત્ર બળાત્કાર કરવામાં આવે છે, પરંતુ તેના બાળકોને પોતાની માતાની સાથે થતો બળાત્કાર જોવા માટે પણ મજબુર કરવામાં આવે છે.

સંયુકત રાષ્ટ્રના માનવધિકાર જાંચકર્તાઓની એક રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દક્ષિણ સુડાનમાં ૪૦ એવા અધિકારી છે જે યુદ્ધ અપરાધ અને માનવતાની વિરુદ્ધ અપરાધો માટે જવાબદાર થઇ શકે છે.
એક જાણકારી અનુસાર, હાલમાં આ અધિકારીઓનાં નામ જાહેર કરવામાં આવ્યા નથી. પરંતુ મીડિયા રિપોર્ટસનું માનીએ તો ખુબ જ જલ્દી તેમના નામ સામે આવી શકે છે.
બતાવવામાં આવી રહ્યુ છે કે, આ 40 અધિકારીઓમાંથી 4 કર્નલ લેવલનાં અધિકારીઓ છે અને ત્રણ સ્ટેટ ગવર્નસ છે. આ રિપોર્ટમાં ઘણા પીડિતોએ પોતાની આપવીતી જણાવી છે. પીડિતોએ જણાવ્યું છે કે, કેવી રીતે તેમને પોતાનો જીવ બચાવવા માટે પોતાના પરિવારનાં સભ્યોનો બળાત્કાર જોવા માટે મજબૂર કરવામાં આવતા હતાં. માત્ર આટલું જ નહી એક પીડિત મહિલાએ જણાવ્યું કે, કેવી રીતે તેના દીકરાને જીવીત રહેવા માટે પોતાની દાદીનો બળાત્કાર કરવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, દક્ષિણ સૂડાનમાં વર્ષ 2011માં સૂડાનને સ્વતંત્રતા મળી ગઇ હતી પરંતુ ડિસેમ્બર 2013થી જ અહિંયા યુદ્ધ શરૂ થઇ ગયુ. જોકે, વર્ષ 2015માં અહિંયા શાંતિ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતાં પરંતુ હિંસા વધતી જ જઇ રહી છે. ત્યાં જ આ મામલો સામે આવતાની સાથે જ દક્ષિણ સૂડાનની સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે, આ ગુનાઓમાં જેનું પણ નામ શામેલ હશે, તેમના વિરૂદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે.