કાસ્ટિંગ કાઉચને લઇને રસ્તા પર ટૉપલેસ થયેલી અભિનેત્રીએ સચિન પર લગાવ્યો ગંભીર આરોપ

12 Sep, 2018

 છેલ્લા કેટલાક સમયથી કાસ્ટિંગ કાઉચનાં મુદ્દાએ ભારે ચર્ચા જગાવી છે. આ વર્ષની શરૂઆતમાં સાઉથની અભિનેત્રી શ્રી રેડ્ડીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચનો આરોપ લગાવ્યો હતો. સાથે જ ટૉપલેસ થઈને કાસ્ટિંગ કાઉચ સામે પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. હવે એકવાર ફરી શ્રી રેડ્ડી ચર્ચામાં છે. શ્રી રેડ્ડીએ ઘણા જાણીતા લોકોનાં નામ કાસ્ટિંગ કાઉચમાં ઉઘાડા પાડ્યા હતા. જો કે હવે જે વ્યક્તિનું નામ તેણે લીધું છે તે જાણીને તમને વિશ્વાસ નહીં થાય.

શ્રી રેડ્ડીએ સચિન તેંડુલકર પર નિશાન સાધ્યું છે. શ્રીએ લખ્યું, “એક રૉમાન્ટિક વ્યક્તિ જેને સચિન તેંડુલકરન બોલાવવામાં આવે છે, જ્યારે હૈદરાબાદ આવ્યા ત્યારે એક ચાર્મિંગ છોકરીએ તેમની સાથે રોમાન્સ કર્યો. હાઈ પ્રોફાઇલ ચામુંડેશ્વર સ્વામીએ આમાં મિડલ મેનની ભૂમિકા નિભાવી હતી. મહાન વ્યક્તિ ઘણું સારું રમી શકે છે….મારો મતલબ છે સારો રોમાન્સ કરી શકે છે????’ શ્રીએ જે ‘ચાર્મિંગ ગર્લ’ની વાત કરી છે તેને તેલુગૂ ફિલ્મ એક્ટ્રેસ ચાર્મી કૌરથી જોડવામાં આવી રહ્યું છે.

જો કે આ વિશે ના તો સચિન તેંડુલકરે કોઇ જ પ્રકારનું નિવેદન આપ્યું છે કે ના તો ચાર્મીએ. શ્રી રેડ્ડી પોતાની પોસ્ટ દ્વારા ઘણા લોકોને નિશાન બનાવી ચુકી છે. ઉલ્લેખીય છે કે શ્રીએ ઘણી સાઉથ ફિલ્મોનાં નિર્માતાઓ, નિર્દેશકો અને એક્ટર્સ પર કામનાં બદલે જાતીય સોષણ કરવાનો આરોપ લગાવ્યો છે.