કેન્સરથી લડી રહેલી સોનાલી બેન્દ્રેની પોસ્ટ વાંચી તમારા આંખમાં પાણી આવી જશે...
06 Aug, 2018
છેલ્લા કેટલાક દિવસોથી સોનાલી બેન્દ્રેના કેન્સર ગ્રસ્ત થવાની ખબર આવી આવી છે. આ વિશે સોનાલીએ પોતે ટવીટ કરીને જાણકારી આપી હતી. આ પછી તે પોતાના હેલ્થથી જોડાયેલા અપડેટ શેયર કરતી રહે છે. ખાસ વાત એ છે કે આ મુશ્કેલ સમય દરમ્યાન સોનાલી ઘણી સકારાત્મક રીતે સામનો કરી રહી ે.
કેટલાક દિવસો પહેલા તેમણે પોતાના લાંબા વાળને કાપીને બોબ કટ હેયર સ્ટાઇલ કર્યા હતા. હવે તેમણે વધુ એક નવો લુક લઇ લીધો છે. સોનાલી બેન્દ્રેને હાલમાં જ જે તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેયર કરી છે. તેમાં તે વાળ વિના નજર આવી રહી છે. તસવીરમાં તે પોતાની બેસ્ટ ફ્રેન્ડસની સાથે નજર આવી રહી છે. આ તસવીર ઋતિક રોશને ખેંચી હતી.
તસવીરમાં સોનાલીની સાથે સુજૈન ખાન અને ગાયત્રી ઓબેરોય છે. આ પોસ્ટની સાથે સોનાલીએ લખ્યું છે કે, આ હું છું. અને આ પળમાં ઘણી ખુશ છું. લોકો મને હેરાની સાથે જુએ છે, જયારે હું એવું કહું છું. પરંતુ આ સત્ય છે. હું જણાવું છું કેમ, એવું એટલા માટે કેમકે હવે હું દરેક પળને ખુલીને જીવી રહી છું. દરેક પળમાં ખુશીઓ શોધુ છું. કયારેક કયારેક ઘણું દર્દ અને કમજોરીનો અહેસાસ થાય છે. પરંતુ હું તે બધું કરી રહી છું. જે કરવા ઇચ્છું છું. તે લોકોને મળી રહી છું. જેને હું પ્રેમ કરું છું, હું મારા બધા દોસ્તોની આભારી છું. જે મને મજબુતી આપી રહયા છે. સાથે જ તેમણે પોતાના બધા દોસ્તોનો હેપ્પી ફ્રેન્ડશીપ ડે પણ વિશ કર્યું છે.