ગૌરી નહીં પરંતુ આ પ્રખ્યાત અભિનેત્રીથી લગ્ન કરવા માંગતો હતો શાહરૂખ, આ કારણથી ઇચ્છા રહી ગઇ અધુરી

02 Jul, 2018

 બોલીવુડનો કિંગ ખાન શાહરૂખ ખાનને કહેવામાં આવે છે. તેને કિંગ ખાન કહેવા પાછળ એક નહીં પરંતુ ઘણા કારણો છે. શાહરુખ એક એવું નામ છે જેને પરિચયની જરૂર નથી. દુનિયાભરના લોકો તેને બોલીવુડનો બાદશાહ અથવા કિંગ ખાનના નામથી ઓળખે છે. આટલા વર્ષોમાં તેને એ વાતને સાબિત પણ કરી દીધુ્ર છે કે તે બોલીવુડનો અસલી કિંગ છે અને તેની જગ્યા બીજું કોઇ નહીં લઇ શકે. શાહરુખ ખાન એકમાત્ર એવો કલાકાર છે જેને દરેક ટાઇપની ફિલ્મમાં કામ કર્યું છે. આપણે બધાએ તેને રોમાન્સ, ડ્રામા, કોમેડી અને એકશન કરતા જોેઇ ચુકયા છીએ. શાહરુખ ખાન અભિનેતાની સાથે એક નિર્માતા પણ છે. તેના ફેન ફોલોઇંગ ભારતની સાથે સાથે વિદેશોમાં ઘણા છે. વિદેશોમાં પણ લાખોની સંખ્યામાં શાહરુખને ચાહવાવાળા હાજર છે.

 

 

શાહરુખની પ્રેમ કહાની કોણ નથી જાણતુ. દરેક જાણે છે કે શાહરુખ ગૌરીનો દિવાનો હતો. તે ગૌરીના પ્રેમમાં એ હદે ડુબેલો હતો કે તેનો શોર્ટ ડ્રેસ પહેરવો પણ તેને બર્દાસ્ત થતો ન હતો. શાહરુખનો ગૌરની સાથે લગ્ન કરવા કોઇ યુદ્ધથી ઓછું ન હતું. ગૌરી એક હિંદુ-પંજાબી પરિવારથી હતી અને શાહરુખ મુસલમાન. ગૌરીના ઘરવાળા આ સંબંધ માટે જરાય રાજી ન હતા. કહેવામાં આવે છે કે શાહરુખ ગૌરીની પાછળ પાછળ મુંબઇ ચાલ્યો ગયો હતો અને રેલવે સ્ટેશન પર ઘણી રાત વિતાવી હતી. ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યા પછી બંનેના લગ્ન થયા. આજે શાહરુખ અને ગૌરી એક ખુશહાલ જિંદગી જીવી રહયા છે અને તેના ૩ બાળકો છે. બાળકોના નામ - આર્યન, સુહાના અને અબ્રામ છે. શાહરુખ સારા પતિની સાથે સાથે એક સારો પિતા પણ છે. પરંતુ શું તમે જાણો છો કે જો શાહરુખના લગ્ન ગૌરીની સાથે થયા ન હોત તો તે બોલીવુડની એક હીરોઇનની સાથે લગ્ન કરવાનું પસંદ કરત. આ વાતનો ખુલાસો શાહરુખે પોતે એક ઇન્ટરવ્યુમાં કર્યો  હતો.

 

 

 

 

બોલીવુડમાં એમ તો ઘણી સુપરહિટ જોડીઓ છે. પરંતુ જે જોડીને સૌથી વધારે દર્શકોનો પ્રેમ કર્યો છે તે શાહરુખ અને કાજોલની જોડી. આજોડી પહેલા પણ સુપરહીટ હતી અને આજે પણ સુપરહિટ છે. શાહરુખ અને કાજોલે સાથમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. જેમ કે આપણે જાણીએ છીએ કે શાહરુખ અને કાજોલ ઘણા સારા દોસ્તા છે. બંનેના દિલમાં એક બીજા માટે ખાસ જગ્યા છે. આ કારણ છે કે અજય દેવગન શાહરુખનો કયારેય સારો દોસ્ત બની ન શકયો. જણાવી દઇએ કે કાજોલ અજય દેવગનની પત્ની છે. અજયનું પણ નામ બોલીવુડમાં સકસેસ હીરોમાં આવે છે. શાહરુખે એક ઇન્ટરવ્યુમાં દરમ્યાન કહયું હતુ કે કાજોલ અને તેનામાં ઘણી સારી અન્ડરસ્ટેન્ડીંગ છે. બંને એક બીજાની સાથે હસીમજાક પણ કરે છે. જો ગૌરીની સાથે તેના લગ્ન થયા ન હોત તો તે કાજોલથી લગ્ન કરવાનું પસંદ કરતા. શાહરુખ અને કાજોલના દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, કુછ કુછ હોતા હૈ, કભી ખુશી કભી ગમ, બાઝીગર અને કરણ અર્જુન જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે.