શું તમારું ખાતું SBIમાં છે તો આ સમાચાર અચુક વાંચજો, નહીં તો પછી પસ્તાશો...

10 Sep, 2018

 લોકોના બેન્ક એકાઉન્ટને સુરક્ષિત રાખવાના હેતુસર ભારતીય સ્ટેટ બેન્કે નિર્ણય લીધો છે. નોટબંધીના સમયે મોટાપાયે થયેલી છેતરપીંડિના કિસ્સાઓ વધતા SBIએ તેના ગ્રાહકો માટે આ પગલું ઉપાડ્યુ છે. હવે કોઈ બીજાના ખાતામાં કોઇ બીજો વ્યક્તિ પૈસા જમા નહી કરાવી શકે. એટલે કે જો તમારૂ ખાતુ SBIમાં હશે તમે તો જ કેશ કાઉન્ટર પર પૈસા જમા કરાવી શકશો. ત્યાં સુધી કે કોઈ પિતા પણ પોતાના પુત્રના SBI ખાતામાં પૈસા જમા નહી કરાવી શકે.

 

 

SBIએ શા માટે કર્યો આ નિર્ણય?


SBIએ આ નવો નિયમ લાગુ કરવા પાછળ કારણ આપતા જણાવ્યુ હતુ કે નોટબંધીના સમયે કેટલાય ખાતાઓમાં મોટી સંખ્યામાં હજાર અને પાંચસોની નોટો જમા કરવામાં આવી. તપાસ દરમિયાન આ નોટો કોઈ અજાણી વ્યકિતએ SBI ખાતા ધારકોના ખાતામા આ રોકડ જમા કરાવી હતી. આ ખાતાવાળા જમા કરનારની સાથે કોઈ લેવાદેવા ન હતી.ત્યારબાદ આવકવેરા વિભાગે સરકારી બેન્કોને અનુરોધ કર્યા હતો કે ખાતા ધારકોની સુરક્ષા ધ્યાનમાં રાખી થોડા ફેરફાર કરો.આવુ થશે તો હવે કોઈ ખાતા ધારક એવુ કહી નહી શકે તેના ખાતામાં પૈસા ક્યાંથી આવ્યા કે કોણે નાંખ્યા.

 

 

આ વ્યવસ્થાથી આતંકી ફન્ડીંગ જેવી પ્રવૃત્તિઓને રોકી શકાશે. SBIનું કહેવુ છે કે જો તમે ગ્રીન કાર્ડ, ઈન્સ્ટા ડિપોઝીટ કાર્ડ ધરાવો છો તો તમે બેન્ક જઈને કેશ ડિપોઝિટ મશીનમાં પૈસા જમા કરાવી શકો છો.