ખુલાસો : આ એકટ્રેસે બોલીવુડમાં કામના બદલે કર્યું ફોન સેકસ

13 Jun, 2018

  પૈડમેન અને માઉંટેન મેનની એકટ્રેસ રાધિકા આપ્ટેએ બોલીવુડમાં લઇને ચોંકાવાનારો ખુલાસો કર્યો છે. થોડા દિવસ પહેલા ફિલ્મ અભિનેત્રી રાધિકા આપ્ટેએ બોલીવુડનો એક કાળો ચહેરો સામે રાખ્યો છે. તેણે કહયું નેહા ધુપિયાના ચેટ શોમાં પોતાની સાથે થયેલી એક ઘટનાનો ખુલાસો કર્યો છે જે હચમચાવી નાખે તેવો છે. રાધિકાએ જણાવ્યું કે મામલો ત્યારનો છે જયારે તે તમિલ ફિલ્મમાં કામ કરી રહી હતી. રાધિકા કહે છે કે સેટ પર મારો પહેલો દિવસ હતો અને એક મશહુર સાઉથ એકટરએ મારા પગમાં ગુદગુદી કરવાની શરૂ કરી દીધી. હું હેરાન થઇ ગઇ કેમ કે અમે પહેલા કયારેય મળ્યા ન હતા અને મેં તે જ સમયે તેને થપ્પડ મારી દીધી.

આ પછી રાધિકાએ વધુ એક ખુલાસો કર્યો કે રાધિકાને જયારે શોમાં સવાલ કરવામાં આવ્યો કે તેની કેરીયરનો સૌથી વિયર્ડ ઓડિશન કયું હતું. રાધિકાએ સવાલના જવાબ દેતા કહયું કે, ફિલ્મ દેવ ડીના ઓડિશન માટે તેને ફોન સેકસ કરવું પડયું હતું. રાધિકાએ બતાવ્યું કે ત્યાર પછી તેને કયારેય ફોન સેકસ નથી કર્યું. રાધિકાએ જણાવ્યું તે સમયે તે પુણેમાં રહેતી હતી.