Entertainment

પંજાબની જીત પછી ભાન ભુલી પ્રિટી, ગેલની સાથે મળીને સ્ટેડિયમમાં કરવા લાગી આ કામ

 આઇપીએલના ૧૨માં મેચમાં ચેન્નઇ સુપરકિંગ્સના વિરુદ્ધ કિંગ્સ ઇલેવન પંજાબે તોફાની બેટીંગ કર્યું. આ જોઇને ટીમની કો-ઓનર પ્રિટી ઝિંટા એટલી ખુશ હતી કે તેને તેનો ખુશી ગ્રાઉન્ડ પર જઇ મનાવી.

પહેલી ઇનિંગમાં ક્રિસ ગેલ અને કે.એલ. રાહુલની તોફાની બેટીંગને લીધે પંજાબે ચેન્નઇને ૧૯૮ રનનો ટાર્ગેટ દીધો હતો. ત્યારપછી પ્રિટીએ ગ્રાઉન્ડ પર જઇને ફેન્સને ટી-શર્ટ વહેંચી અને ફલાઇંગ કિસ દેતી નજર આવી. એટલું જ તેને ગેલની સાથે મળીને મેદાન પર નાચી પણ ખરા.

ચેન્નઇ સુપર કિંગસના કેપ્ટન એમએસ ધોનીની ૪૪ બોલ પર ૭૯ રનની તોફાની બેટીંગ છતાં ચેન્નઇએ આ મેચ ૪


થી હારી ગઇ. ૧૯૮ રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ચેન્નઇ તરફથી ધોની સિવાય અંબાતિ રાયડુએ ૪૯ રન બનાવ્યા. છેલ્લી ઓવરમાં ચેન્નઇએ જીતવા માટે ૧૭ રનોની જરૂરત હતી, પરંતુ ૧૨ રન જ બની શકયા.

પંજાબ તરફથી એન્ડયુ ટાયએ ૨ અને અશ્ર્વિન તથા મોહિત શર્માએ ૧-૧ વિકેટ લીધી. તમે જણાવી દઇએ કે આ મેચમાં ચેન્નઇએ ટોસ જીતીને પહેલી બોલીંગનો નિર્ણય લીધો હતો.

પંજાબની તરફથી ક્રિસ ગેલે ૬૩, કેએલ રાહુલે ૩૭, મયંક અગ્રવાલે ૩૦ અને કરૂણ નાયરે ૨૯ બનાવ્યા. ચેન્નઇ તરફથી શાર્દુલ ઠાકર અને ઇમરાન તાહિરે ૨-૨ અને બ્રાવો, વોટસન અને હરભજને ૧-૧ વિકેટ લીધી.

નોંધ : આ વેબસાઇટમાં મુકવામાં આવતી માહિતી, લેખો, જાહેરાત તથા રીત અમને મળેલ માહિતીને આધારે છાપવામાં આવે છે. જે તે વ્યકિતએ માહિતી લેખ કે રીતનો ઉપયોગ કરતાં પહેલા પૂરે પૂરી ચકાસણી કરવી. નહીંતર માહિતી, લેખ, જાહેરાત કે રીત દ્વારા કોઇપણ વ્યકિત ગેરમાર્ગે દોરાઇ તો તેની જવાબદારી જે તે વ્યકિતની રહેશે.
Loading...

Releated Post