આ મહિલા ૨૦૦ વાર પ્લાસ્ટીક સર્જરી કરાવી ચુકી છે, આ વખતે તો એવું થયું કે બેસી પણ નથી શકતી

17 Mar, 2018

આકર્ષક દેખાવા માટે લોકો શું શું નથી કરતા... જીમ, યોગા, ડાયટીંગ અને હવે તો પ્લાસ્ટીક સર્જર પણ કરાવા લાગ્યા છે. પરંતુ કેટલાક લોકોને સુંદર દેખાવાની એટલી ચાહ વધી જાય છે કે તે પ્લાસ્ટીક સર્જરી કરાવ્યા જ રાખે છે.

આવું જ એક મહિલાનું નામ છે સ્ટાર ડેલગુડાઇસ, ૨૮ વર્ષીય સ્ટાર ડેલગુડાઇસ અત્યાર સુધી લાખો પાઉન્ડ પ્લાસ્ટીક સર્જરી પાછળ ખર્ચી કરી ચુકી છે. ડેલગુડાઇસ જયારે ૧૭ વર્ષની હતી, ત્યારથી પ્લાસ્ટીક સર્જર કરાવી રહી છે અને અત્યાર સુધી લગભગ ૨૦૦ સર્જરી કરાવી ચુકી છે.

હાલમાં જ એક ઇન્ટરવ્યુ દરમ્યાન તેણે આખા ઇન્ટરવ્યુ દરમ્યાન ઉભી રહી હતી. કેમ કે તેમણે હાલમાં જ બટ ઇમ્પ્લાન્ટ કરાવ્યું છે. જેનાથી તેને બેસવામાં ઘણી તકલીફ થઇ રહી છે. આ આખા શોમાં એન્કરને પણ સ્ટારની સાથે ઉભા રહીને ઇન્ટરવ્યુ કરવું પડયું.

તેની પ્લાસ્ટિક સર્જરીની આદત માટે સ્ટાર ડેલગુડાઈસ તેના માતાપિતાને જવાબદાર માને છે. ડેલગુડાઈસનું કહેવું છે કે, તેના માતાપિતા તેના પર સતત દબાણ કરતા હતા. તેઓ તેને કદરૂપી કહેતા હતા.

આ કારણ જ રહ્યું કે તેણે ખુદને સુંદર દેખાવા માટે પ્લાસ્ટિક સર્જરીની વ્યસની થઈ ગઈ. સ્ટાર ડેલગુડાઈસે જણાવ્યું કે, પોતાના બદલવા માટે તે અત્યાર સુધી પ્લાસ્ટિક સર્જરી પર લગભગ 2 લાખ 30 હજાર પાઉન્ડ(અંદાજે 3 કરોડ રૂપિયા) ખર્ચી ચૂકી છે. આ સર્જરીમાં 5 હોઠની સર્જરી, 4 નાકની સર્જરી, જડબાની સર્જરી અને ગાલ જેવી સર્જરી પણ સામેલ છે.

તાજેતરમાં સ્ટાર ડેલગુડાઈસે ઈસ્તાંબુલમાં 7 કલાકની સર્જરી કરાવીને બટ ઈમ્પ્લાન્ટ કરાવ્યા છે. જો કે, આ બટ ઈમ્પ્લાન્ટથી તેને તકલીફ થઈ રહી છે અને તે તકલીફ દૂર કરવા માટે થેરાપીનો સહારો લઈ રહી છે.

એક રિપોર્ટ પ્રમાણે, તે દરેક એંગલથી બેસ્ટ દેખાવા માટે કંઈ પણ કરી શકે છે. બાળપણમાં તેના માતાપિતા તેને કદરૂપી કહીને બોલાવતા હતા. જ્યારે તે 17 વર્ષની થઈ તો તેણે પોતાને બદલવાનો નિર્ણય લીધો. તેણે બ્રેસ્ટ સર્જરી, જો સર્જરી, ગાલની સર્જરી કરાવી. બાળપણમાં તેનું નામ સ્ટેસી હતુ. ત્રણ વર્ષ પહેલા તેને પોતાનું નામ બદલીને સ્ટાર કરી નાખ્યું.