બેડ પર તમારી ફેવરીટ પોઝીશન કઇ છે ? શાહિદ કપુરની પત્નીએ દીધો એવો જવાબ કે હલી ગયું બોલીવુડ

14 Jun, 2018

  શાહિદકપુર પત્ની મીરા રાજપુતની સાથે નેહા ધુપિયાના ચેટ શો વોગ ન્યુ બીએફએફ પર પહોંચ્યા. આ દરમ્યાન બંનેએ પોતાની લાઇફ સાથે જોડાયેલી રોચક વાતો શેર કરી. 

નેહા ધુપિયાએ જયારે બંનેને તેની સેકસ લાઇફ પર સવાલ કર્યો તો શાહિદ શરમાતા તેને નજરઅંદાજ કરવાની કોશિષ કરી. તેણે મીરાને પણ ચુપ રહેવાનો ઇશારો કર્યો. તે જવાબ દીધા વગર રહી ન શકી.

નેહાએ શાહિદ અને મીરાને સવાલ કર્યો હતો કે બેડ પર તેની ફેવરીટ પોઝીશન કઇ હોય છે ? સ્વાભાવિક છે કે આવા પર્સનલ સવાલોના જવાબ બધા માટે સહજ નથી હોતા. આ કારણે શાહિદે ઇગ્નોર કરી દીધો અને મીરાને ઇશારો કર્યો તે પણ સવાલને એવોઇડ કરે. પરંતુ મીરાએ જવાબ આપ્યો. તેણે કહયું, મને લાગે છે કે તે શાહિદ કંટ્રોલ ફ્રીક છે. તે હંમેશા મને કહે છે કે શું કરવાનું છે.

શો દરમ્યાન નેહાએ શાહિદને પુછયુ શું કોઇ મહિલાએ તેને ચીટ કર્યો ? આ દરમ્યાન મીરાએ નેહાના સવાલમાં કંઇક બદલાવ કરવાનુ કહયું, ત્યારે નેહાએ શાહિદને પુછયુ કે કેટલી મહિલાઓએ ધોખો દીધો છે.

જવાબમાં શાહિદએ કહયું, એક વિશે હું નિશ્ર્ચિત છું અને બીજીને લઇને મને શંકા છે. શાહિદએ નામ ન લીધું. પરંતુ અંદાજ લગાવી શકાય છે કે તેનો ઇશારો કરીના કપુરની બાજુ હતો, તે ત્યારે સૈફઅલી ખાનની નજીક આવી, ત્યારે શાહિદને ડેટ કરતી હતી.