મુગલઇ રાજમા પરાઠા: બનાવવામાં સરળ અને હેલ્થને માટે છે બેસ્ટ

08 Jun, 2015

 રાજમા લગભગ દરેકને પસંદ હોય છે. તેમાં સ્વાદની સાથે હેલ્થને લગતા અનેક ફાયદા છે. રાજમાનો ખાસ કરીને ઉપયોગ ચોખાની સાથે કરવામાં આવે છે, તેની મદદથી તમે નાસ્તાની સાથે કંઇક હેલ્ધી પણ બનાવી શકો છો. આજે અહીં આપને માટે રાજમાના પરાઠાની રેસિપિ લાવવામાં આવી છે જેને તમે નાસ્તાથી લઇને ડિનર સુધી ગમે તે સમયે ખાશો તો તે તમારા માટે ફાયદારૂપ રહે છે. 

સામગ્રી
1 કપ લોટ, 1 કપ રાજમા બાફેલા, 1 કપ બારીક સુધારેલી ડુંગળી, 5 મોટા ચમચા ટામેટાની પ્યુરી, 1 નાની ચમચી આદુ -લસણની પેસ્ટ, 1/2 નાની ચમચી લાલ મરચાનો પાવડર, મીઠું સ્વાદ અનુસાર
 
બનાવવાની રીત :

એક પૈનમાં તેલ ગરમ કરો અને જીરૂ તતડાવો. ત્યાર બાદ ડુંગળીને સાંતળો અને આદુ લસણની પેસ્ટ પણ. અહીં તમે ટામેટાની પ્યુરી અને રાજમાને ભેળવી શકો છો. સાથે લાલ મરચાના પાવડરને ભેળવો. મધ્યમ આંચ પર 10 મિનિટ સુધી પાણી સૂકવીને સારી રીતે શેકો. લોટના પેડા બનાલી નાના ચોરસ પરોઠા વણો. તવા પર એક તરફ આછા શેકીને ઉતારી લો અને તેમાં રાજમાનું મિશ્રણ ભરો. તેને ફોલ્ડ કરીને પાણીથી સીલ કરો. તેને ગરમ તેલમાં તળો અને સાથે દહીં અને ફૂદીનાની ચટણીની સાથે પીરસો. ઇચ્છો તો તમે તેને શેકીને પણ વાપરી શકો છો.