એક નાની ભુલના કારણે જાનવર બની ગયો આ વ્યકિત... હવે ડોકટર પણ પાસે આવતા ડરે છે

21 Jul, 2018

 ચીનમાં રહેવાવાળો ૬૮ વર્ષનો મિસ્ટર ટૈનને વર્ષો સુધી એવી ભુલ કરી જેની સજા તે હવે ભોગવી રહયો છે. ટૈનનું શરીર હવે ફિલ્મ કેરેકટર ધ હલ્ક ની જેમ થઇ ગયું છે.

અસલમાં ટેનને ૧૩ વર્ષની ઉંમરમાં જ દારૂ પીવાનું શરૂ કરી દીધું હતું અને ૪૦ની ઉંમર સુધી તે દરરોજ રાઇસ વાઇન પીતો હતો તેના કારણે તેના શરીરને એક ઘાતક બીમારીએ પોતાનો શિકાર બનાવી લીધો હતો.

ટૈનએ મીડિયાને જણાવ્યું કે વર્ષોથી રાઇસ વાઇન પી રહયો હતો. તે લગભગ એક લીટર દારૂ પાણીની જેમ રોજ પીતો હતો જે કારણે તેના શરીરના ચારેબાજુ ફેટ જમા થવા લાગ્યું હતું.

ચીનના હુનાન પીપુલ્સ હોસ્પિટલના ડોકટરે જણાવ્યું કે મિસ્ટર ટૈન મેડેલંગસ ડીસીસનો શિકાર થઇ ગયો છે. આ બિમારીમાં શરીરના ફેટ ઝડપથી વધી જાય છે અને એ ખાસ કરીને ખંભા અને ડોકને સૌથી પહેલા પ્રભાવિત કરે છે. કદાચ આ કારણથી મિસ્ટર ટૈનનો લુક ધ હલ્કની જેમ થઇ ગયો છે.