લગ્નના ૨૭ વર્ષે બનવાનો હતો પિતા, બાળકનું મોઢું જોવે તે પહેલા જ એકસીડેન્ટમાં થયું મૃત્યુ

05 Jun, 2018

 કોઇવાર એવી ઘટનાઓ બનતી હોય છે જે સાંભળીને આપણે સુન્ન થઇ જાય છીએ. આવી જ એક દુ:ખદ ઘટના ગ્વાલિયરમાં બની છે. એક વ્યકિત લગ્નના ર૭ વર્ષ સુધી બાળક માટે ઝંખતો રહયો અને જયારે આ ખુશી મળવાની હતી ત્યારે એક દુર્ઘટનામાં તે વ્યકિતનું મૃત્યુ થઇ ગયું. 

25મેના રોજ પિંટો પાર્ક વિસ્તારમાં સ્પીડમાં આવી રહેલી કારની ટક્કર વાગવાથી ઘાયલ શ્યામ સુંદર ગૌડે શુક્રવારે રાતે દમ તોડી નાખ્યો. તેમના મોતથી આખા પરિવારની ખુશીઓ વેરવિખેર થઇ ગઇ.શ્યામને લગ્નના 27 વર્ષ પછી પિતા બનવાની ખુશી મળવાની હતી. તે અને તેમની પત્ની બહુ ખુશ હતા. પરંતુ જીવનની આ અણમોલ ખુશીને પામી શકે તે પહેલાં જ શ્યામનો જીવ એક સ્પીડી કારે લઇ લીધો. એક પરિવારની ખુશીઓ છીનવાઇ ગઇ પરંતુ પોલીસની ઉદાનસીનતા એ હદની છે કે હજુ સુધી કાર ડ્રાઇવરનો પત્તો મેળવી શક્યા નથી.  ગોલાકા મંદિર પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધવામાં આવી છે, પરંતુ પોલીસ સ્ટેશન અધિકારીનું કહેવું છે કે આ મામલાની કોઇ જાણકારી નથી.શ્યામ સુંદર ગૌડ ગોલાકા મંદિર સ્થિત એક ફેક્ટરીમાં સુપરવાઇઝર હતો. 25મેના રોજ રાતે લગભગ 9.30 વાગે ડ્યૂટી પરથી પાછા ફરી રહ્યા હતા. પિંટો પાર્ક સ્થિત બૂસ્ટર પંપની પાસેથી પસાર થઇ રહ્યા હતા કે અચાનક સામેથી સ્પીડમાં આવી રહેલી કારે તેમને ટક્કર મારી દીધી. તેના કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થઇ ગયા હતા. તેમને હોસ્પિટલમાં દાખળ કરવામાં આવ્યા. તેમના માથામાં ગંભીર ઇજા થઇ હતી, તેના કારણે શુક્રવારે રાતે તેમણે દમ તોડી નાખ્યો.  કાર શશાંક અગ્રવાલના નામ પર રજિસ્ટર્ડ છે.શ્યામના લગ્ન 5 મે, 1992ના રોજ થયા હતા. લગ્ન પછી તેમની પત્નીને સંતાન નહોતું થઇ રહ્યું. ઘણી જગ્યાઓએ ઇલાજ કરાવ્યો. આ વર્ષે તેની પત્ની ગર્ભવતી થઇ તો તેની ખુશીઓનો પાર ન રહ્યો. તે રાત-દિવસ પત્નીનો ખ્યાલ રાખતો હતો. પત્ની સુનીતાને 6 મહિનાનો ગર્ભ છે. બાળકના આગમનને લઇને ખૂબ ખુશ હતા પરંતુ તે દિવસ જોઇ શકે તે પહેલાં જ દુનિયામાંથી ચાલ્યા ગયા. હજુ ગયા મહિને જ તેમણે લગ્નની 27મી એનિવર્સરી ઊજવી હતી. આ વર્ષે તેમના ઘરે બાળક આવવાનું હતું એટલે જ એનિવર્સરી ઊજવી હતી.   તેમના પરિવારજનોએ જણાવ્યું કે લગ્ન પછી સંતાન ન હોવાને કારણે નિરાશ રહેતા હતા એટલે ન તો પોતાનો બર્થડે ઊજવતા હતા અને ન તો વેડિંગ એનિવર્સરી.શ્યામસુંદરની પત્ની સુનીતાને સવાર સુધી જણાવવામાં નહોતું આવ્યું કે હવે તેમના પતિ ક્યારેય પાછા નહીં આવે. તેમને એમ જ જણાવવામાં આવ્યું હતું કે એક્સિડેન્ટના કારણે તેઓ હોસ્પિટલમાં દાખલ છે. સાંજે જ્યારે તેને જાણ થઇ તો તે બેભાન થઇ ગઇ.