૩૧૭ અરબ ૬૨ કરોડ રૂપિયાની માત્ર કાર કલેકશન છે આમની પાસે, ૧૩ લાખ રૂપિયાના વાળ કપાવે છે આ સુલ્તાન

04 Jun, 2018

 આજે અમે તમને વિશ્ર્વના સૌથી અમીર સુલ્તાન વિશે જણાવવીશું. બ્રુનેઇના સુલ્તાન હસન-અલ-બોલકિયા વિશ્ર્વના સૌથી અમીર સુલ્તાનોમાં એક છે.

આ સુલ્તાન પાસે ૧૩૬૩ અરબ રૂપિયાની અખૂટ સંપત્તિ છે આ વિશ્ર્વના સૌથી રઇસ સુલ્તાન અને બિઝનેસમેન પણ છે. પોતાની શાનો-શૌકત દેખાડવાનું જે હુન્નર તેની પાસે છે તે કદાચ જ વિશ્ર્વમાં કોઇની પાસે હશે. તેની પાસે લગભગ ૭૦૦૦ ગાડીઓનો એક કાફલો છે અને એક સોનાનું પ્લેન પણ છે.

તેની પાસે મુખ્ય આવકનો સ્ત્રોત છે ઓઇલ અને નેચરલ ગેસ જેમાં તે સૌથી વધારે ધન કમાઇ છે. ફોર્બ્સ મેગેઝીન અનુસાર ૨૦૦૮માં હસનની સંપત્તિ ૧૩૬૩ અરબ રૂપિયા આંકવામાં આવી હતી. ર૦૦૯ પછી તેની સંપત્તિમાં કોઇ ખાસ ફર્ક નથી આવ્યો. ૧૯૮૦ સુધી સુલ્તાન સૌથી અમીર શખ્સ હતો પરંતુ ૧૯૯૦માં આ ટાઇટલ અમેરિકાના બિઝનેસમેન બિલગેટસના નામ થઇ ગયું. સુલ્તાનના આલીશાન પેલેસ લકઝરી ગાડીઓના કલેકશન અને પ્રાઇવેટ જેટ આખા વિશ્ર્વમાં મશહુર છે.

એ જાણવામાં આવ્યું છે કે આ સુલ્તાનનો પેલેસ ર લાખ સ્કવેર ફીટમાં ફેલાયેલો છે. જેની કિંમત ૨૩૮૭ કરોડ રૂપિયા છે. આ પેલેસ ૧૯૮૪માં બનાવ્યો હતો તેની અંદર ૧૭૮૮ રૂમ છે અને આ પેલેસના ડોમ રર કેરેટ સોનાથી બાંધવામાં આવ્યા છે.

આ પેલેસમાં ૨૫૭ બાથરૂમમાં આ પેલેસમાં ૧૧૦ કારોનું ગેરેજ છે. ત્યાં સુધી કે ઘોડાઓ માટે પણ એયર કંડીશનર અસ્તબલ બનાવવામાં આવ્યા છે આ પેલેસમાં પાંચ સ્વિમિંગ પુલ પણ હાજર છે.

સુલ્તાનની પાસે ૭૦૦૦ કારોનો સેલ કલેકશન છે એકલા આ કારોની કિંમત જો જાણીએ તો આ ૩૪૧ અરબ રૂપિયા છે આ કારોમાં ૬૦૦ રોલ્સ રોયસ, ૩૦૦ ફેરારી, ૧૩૪ કોઇનિગેગ્સ, ૧૧ મૈકલેરેન એફ૧એસ, ૬ પોર્શે ૯૬૨ એમએસ અને ઘણી જગુઆર છે. બ્રુનેઇના સુલ્તાની પાસે પોતાનું પ્રાઇવેટ જેટ પણ છે અને સોનાથી મઢાયેલું આ જેટમાં લિવિંગ રૂમ અને ઘણા બેડરૂમ રાખવામાં આવ્યા છે.