શનિવારે આવી રીતે કરો પીપળાના પાનની પુજા, હનુમાનજી કરશે બધા કષ્ટોનું નિવારણ

24 Feb, 2018

 ભગવાન રામે હનુમાનજીને કળયુગના અંત સુધી પૃથ્વી પર રહવાની અને ધર્મનો પ્રચાર કરવાની આજ્ઞા આપી હતી. શાસ્ત્રો અનુસાર કળયુગમાં સૌથી સક્રિય દેવતાઓમાં એક હનુમાનજી છે. શ્રીરામચરિત માનસ અનુસાર માતા સિતા દ્વારા પવનપુત્ર હનુમાનજીને અમરતાનું વરદાન આપ્યું હતું. જો તમે તમારી મનોકામનાઓ જલ્દી પુરી કરવા ઇચ્છો છો તો શનિવારના વિસે પીપળાના પુજા અથવા તેના પાંદડા કેટલાક ચમત્કારી ઉપાયો કરો...

હનુમાનજી શિવજીના ૧૧માં અવતાર માનવામાં આવે છે. તેમની માતા અંજની ઋષિ ગૌતમ અને અહિલ્યાની પુત્રી હતી. તેના પિતા કેસરી સુમેરૂ પર્વતના રાજા હતા. હનુમાનજીનું દિવસ મંગળવાર અને શનિવાર છે એટલે આ બંને દિવસ પીપળાની પુજા કરવાથી પણ ઘણું જલ્દી વરદાન આપે છે.
જો તમે આર્થિક તંગીની પરેશાન છો તો અને રોગોથી પરેશાન છો તો શનિવાર અને મંગળવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને નિત્યક્રમ પતાવી કોઇ પીપળાના ઝાડથી ૧૧ પાંદડા તોડી લાવો. તમારી સમસ્યાઓથી મુકિત મળશે.
જયારે તમે ૧૧ પાંદડા તોડીને લાવો તો ધ્યાન રાખો કે પાંદડા તુટેલા-ફુટેલા કે ખંડિત ન હોય. આ પાંદડાને ગંગાજળ અથવા ચોખ્ખા પાણી ધોઇ નાખો. પછી કુમકુમ અષ્ટગંધ અને ચંદન મેળવીને આ પાંદડા પર શ્રીરામનું નામ લખો. આ પાંદડાની એક માળા તૈયાર કરી લો. ત્યારે પછી હનુમાન ચાલીસાનો પાઠ કરો.
પાંદડાની માળા હનુમાનજીના મંદિરમાં જઇને તેની પ્રતિમાની સામે અર્પિત કરી દો. દર મંગળવાર અને શનિવારે આ ઉપાય કરો. આ ઉપાયથી બધા દુ:ખ હનુમાનજી નિરાકરણ કરશે અને થોડાક સમયમાં પછી જ તમને સકારાત્મક પરિણામ જોવા મળશે.
શનિવારે હનુમાનજીની પુજા કરવાથી શનિદેવના પ્રકોપથી પણ તમે બચી શકશો. કેમ કે શનિદેવ હનુમાનજીના ભકતોને કયારેય હેરાન નથી કરતા.