જો આધાર કાર્ડ લિંક ન કર્યું હોય તો આ તારીખથી બંધ થઇ જશે આ સેવાઓ

26 Feb, 2018

 તમામ સેવાઓ અને યોજનાઓ સાથે આધાર લિંક કરાવાનો કેસ હજુ સુપ્રિમ કોર્ટમાં વિચારાધિન છે. પરંતુ કોર્ટે આધાર કાર્ડને મોબાઇલ નંબર અને બેન્ક એકાઉન્ટ સાથે લિંક કરવાની અંતિમ તારીખ આગળ વઆધારવાથી ઇનકાર કરી દીધો છે. તેથી બેન્ક એકાઉન્ટ, મોબાઇલ નંબર અને અન્ય જરૂરી યોજનાઓ સાથે આધાર લિંક કરાવવું ફરજિયાત થઇ ગયું છે. જો તમે આધાર લિંક નહી કારવો તો 31 માર્ચ 2018 બાદ આ તમામ સેવાઓ બંધ થઇ જશે. હાલ 139 એવી સેવાઓ છે જેની સાથે આધાર લિંક કરવું ફરજિયાત બની ગયું છે.


આધાર કાર્ડ લિંક નહી કરો તો બંધ થઇ જશે આ સેવાઓ

-મોબાઇલ નંબર

જો તમે મોબાઇલ નંબરને આધાર સાથે લિંક નહી કરો તો 31 માર્ચ બાદ મોબાઇલ નંબર બંધ થઇ જશે. ટેલિકોમ કંપનીઓએ પ્રિપેઇડ મોબાઇલ નંબરને આધાર સાથે લિંક કરવા માટે 14546 ટોલ ફ્રી નંબર લોન્ચ કર્યો હતો. આ નંબર પર નામ, નંબર અને જન્મતારીખ જેવી વિગતો આપવાની રહેશે. પોસ્ટપેઇડ યૂઝર્સે પોતાના સર્વિસ પ્રોવાઇડર પાસે જઇને આધાર લિંક કરાવવાનું રહેશે.

-બેન્ક એકાઉન્ટ

બેન્ક એકાઉન્ટને પણ આધાર સાથે લિંક કરવું જરૂરી બની ગયું છે. આ કામ તમે ઓનલાઇન અને બેન્ક જઇને પણ કરી શકો છો.  ઘણી બેન્કો ATM દ્વારા પણ આધાર લિંક કરવાનું સુવિધા આપે છે.

-ડેબિટ/ક્રેડિટ કાર્ડ

જો તમારુ ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ આધાર સાથે લિંક નથી થયું તો કસ્ટમર કેર દ્વારા પણ તમે લિંક કરી શકો છો. કસ્ટમર કેર તમે આપેલી વિગતો વેરિફાય કરશે અને ક્રેડિટ થવા ડેબિટ કાર્ડ સાથે આધાર લિંક કરી દેશે. જો 31 માર્ચ પહેલા તમે આધાર લિંક નહી કરાવો તો તમારુ ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ બંધ થઇ જશે.

-પીએફ

પીએફ સાથે પણ આધાર લિંક કરવલું જરૂરી છે. જો તમે પીએફ એકાઉન્ટ આધાર સાથે લિંક નથી કર્યું તો પીએફની વેબસાઇટ પર જઇને લોગઇન કરો અને જરૂરી માહિતી આપ્યાં બાદ આધાર લિંક થઇ જશે.

-મ્યુચ્યુઅલ ફંડ

મ્યુચ્યુઅલ ફંડને પણ આધાર સાથે લિંક કરવું જરૂરી છે. તમે જે ફંડ હાઉસ સાથે મ્યુચ્યુઅલ ફંડ લઇ રહ્યાં છો તેને આધાર સાથે લિંક કરવું પડશે. તમારા જેટલાં પણ ફંડ હાઉસ છે તે તમામને આધાર સાથે લિંક કરવા જરૂરી છે.

-વીમા પોલીસી

વીમા પોલીસીને પણ આધાર સાથે લિંક કરવી જરૂરી છે. જો પોલીસી સાથે આધાર લિંક ન કર્યુ હોય તો વીમા કંપનીની વેબસાઇટ પર જઇને તેને લિંક કરી શકો છો. તમામ વીમા કંપનીઓ ઓનલાઇન આધાર લિંક કરવાની સેવા આપી રહી છે.

-રાંધણ ગેસ

જો તમે રાંધણ ગેસને આધાર સાથે લિંક નથી કર્યો તો સબસિડિનો લાભ નહી મળે. આધાર સાથે લિંક કરવા માટે તમે ગેસ ડિલરનો સંપર્ક કરી શકો છો અથવા રજીસ્ટર્ડ મોબાઇલ નંબર દ્વારા ગેસ કંપનીને ફોન કરો. તેમાં તમને આધાર લિંક કરવાનો ઓપ્શન મળશે.

-રાશન કાર્ડ

રાશન કાર્ડ માટે પણ આધાર જરૂરી છે. જો તમારુ રાશન કાર્ડ આધાર સાથે લિંક કરવામાં નથી આવ્યું તો તમે જાહેર વિતરણ વ્યવસ્થાની દુકાન પર જઇને આધાર કાર્ડની કોપી આપી શકો છો.

-સરકારની એવી અનેક યોજનાઓ છે જે પોસ્ટ ઓફિસ દ્વારા સંચાલિત થાય છે. આ યોજનાઓનો લાભ ચાલુ રાખવા માટે પણ આધાર લિંક કરવું જરૂરી છે. જો કોઇ જોઇન્ટ પોલીસી હોય તો તેમાં બંનેના આધાર કાર્ડ લિંક કરવા જરૂરી છે.

-પાન કાર્ડ

પાન કાર્ડને પણ આધાર સાથે લિંક કરવું જરૂરી છે. જો તમે પાનકાર્ડ સાથે આધાર લિંક નહી કર્યું હોય તો ઇનકમટેક્સની વેબસાઇટ પર જઇને આધાર સાથે લિંક કરી શકો છો. વેબસાઇટ પર જરૂરી વિગતો આપીને તમે આધાર લિંક કરી શકો છો.

-ડ્રાઇવિંગ લાયસન્સ

ડ્રાયવિંગ લાયસન્સને પણ આધાર સાથે લિંક કરવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. જે લાયસન્સ જૂના છેતે માન્ય ગણાશે પરંતુ તાજેતરમાં આપવામાં આવેલા લાયસન્સને આધાર સાથે લિંક કરવા ફરજિયાત છે.