કામસૂત્ર પાસેથી શીખો કામની વાત

04 Jul, 2018

કામસૂત્રનું નામ આવે એટલે સૌથી પહેલા મનમાં સેક્સ શબ્દ જ આવે તે સ્વાભાવિક છે. પરંતુ કામસૂત્રને માત્ર સેક્સના સંદર્ભ લેવું જરૂરી નથી. તે સ્વસ્થ જીવન અને સાચી રીતે જીવન જીવવાની પદ્ધતિ પણ શીખવે છે. કામસૂત્ર દુનિયાનું ચર્ચિત પુસ્તક હોવા છતા તેની જગજાહેર ચર્ચા ક્યારેક જ થતી હોય છે. જાણો કામસૂત્રે કઈ મહત્વની વાતો જણાવી છે.

 
કામનો અર્થ છે ઈચ્છા જ્યારે કે સૂત્રનો અર્થ છે જીવનના તમામ તબક્કાઓને એક સાથે જોડવાની વાત કરી છે. આ રચના 1500થી 2000 વર્ષ જૂની છે, પરંતુ તે આજની લાઈફ સ્ટાઈલને પણ લાગુ પડે છે. કામસૂત્રમાં 36 ચેપ્ટર્સ છે જેમાં કુલ 1250 સ્લોક છે જેમાંથી માત્ર એક ભાગમાં 64 પોઝિશન્સ અંગે જણાવ્યું છે.
 

 
કામસૂત્રના પાર્ટ 1માં જીવનના લક્ષ્યની વાત કહેવામાં આવી છે. તેમાં જીવનની પ્રાથમિકતા અને જ્ઞાન અંગેની વાત કહેવામાં આવી છે. સુખી-સંપન્ન કઈ રીતે બનવું અને દરેકની સાથે તમે પ્રમની દુનિયામાં પ્રવેશ કરો વગેરે બાબતો જણાવવામાં આવી છે.
 
બીજા પાર્ટમાં પણ ઈચ્છાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમાં સંભોગના આયામો જેવા કે આલિંગન, ચુંબન, નખનો ઉપોયગ, દાંતનો ઉપયોગ, સંભોગ કાળ, ઓરલ સેક્સ, ઈન્ટરકોર્સ જેવી બાબતો અંગે જણાવવામાં આવ્યું છે. આ ઈચ્છાઓને 64 પોઝિશન્સ દ્વારા પુરી કરી શકાય છે. જેના માટે કામસૂત્ર જાણીતું બન્યું છે.
 
પાર્ટ 3માં લગ્ન અને તેના પ્રકારો અંગે સમજાવવામાં આવ્યું છે. સાથે સારી છોકરીની ઓળખ અને છોકરીની કમ્ફર્ટેબલ સ્થિતિને કેવી રીતે ઓળખવી તે પણ જણાવવામાં આવ્યું છે. બેચલર રહેવા માટેની ટિપ્સ પણ આજ ભાગમાં આપવામાં આવી છે.
 
આગળના પાર્ટમાં જાણકારી આપવામાં આવી છે કે, એક પત્નીનું આચરણ કેવું હોવું જોઈએ. આ સિવાય પોલિગામીની સ્થિતિમાં અલગ-અલગ પત્નીઓનો વ્યવહાર કેવો હોય તે અંગે પણ આ ભાગમાં ચર્ચા કરવામાં આવી છે.
 

 
પાર્ટ 5માં પુરુષ અને મહિલાઓના અંગત વ્યવહાર અંગે વાત કરવામાં આવી હતી. તેમાં જણાવવામાં આવ્યું છે કે સ્ત્રી-પુરુષ એક બીજાને કઈ રીતે જાણી શકે, કઈ રીતે બીજાની ભાવનાઓનું મુલ્યાંકન કરી શકે, તેની સાથે જ મહિલાઓના વ્યવહાર વિશે પણ આ ભાગમાં ચર્ચા કરવામાં આવી છે.
 
ભાગ 6માં મહિલાઓ માટે ખાસ જાણકારીઓ આપવામાં આવી છે. જેમાં મહિલાઓને જણાવવામાં આવ્યું છે કે, પ્રેમીની પસંદગી અંગે કેટલી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
 
અંતિમ ભાગમાં શારીરિક આકર્ષણ વધારવા અને સેક્સ્યુઅલ ક્ષમતાની કમીને દૂર કરવાની બાબતો પર વાત કરવામાં આવી છે.