1996 માં રિલીઝ થયેલી મીરા નાયર નિર્દેશિત ફિલ્મ ‘કામસૂત્ર’ એ યુટ્યુબ પર ઈતિહાસ રચ્યો છે

28 Jun, 2018

આ ફિલ્મનું ટ્રેલર યુટ્યુબ પર અત્યાર સુધીની ત્રીજી સૌથી વધુ જોવાવાળું ટ્રેલર બની ગયું છે.

ફિલ્મમાં દેખાડેલા ન્યૂડ સીનના કારણે આને ભારત અને પાકિસ્તાનમાં બેન કરવામાં આવ્યું હતું. આ ફિલ્મે હોલિવુડની Fifty Shades of Greyને વ્યૂઝની બાબત પર પાછળ છોડ્યું છે.

 

વાત કરીએ વ્યૂઝની તો કામસૂત્ર ફિલ્મથી આગળ રેહેનારા ટ્રેલર તમને જણાવીએ તો Avengers: Infinity War અને Star Wars: The Force Awakens આ રેસમાં મીરા નાયરની ફિલ્મથી આગળ છે.

તમને જણાવી દઈએ કે કામસૂત્રના ટ્રેલરને યુટ્યુબ પર અપલોડ કર્યા પછી અત્યાર સુધીમાં લગભગ 9 કરોડ 1 લાખ વાર જોવામાં આવ્યું છે.

અને સ્ટાર વોર્સ અને એવેન્જર્સની વાત કરીએ તો આ બંને ને ક્રમશ: 101 મિલિયન અને 202 મિલિયન વખત યુટ્યુબ પર જોવામાં આવ્યું છે. મીરા નાયરની ફિલ્મે વ્યૂઝની બાબત પર હોલિવુડની મેગા બજેટ ફિલ્મ જુરાસિક વર્લ્ડ અને ઇન્ક્રેડિબલ્સને પણ પાછળ છોડી દીધા છે.