ન ફિલ્મો, ન જાહેરાત અને ન કોઇ ટીવી શો, તો પછી કેવી રીતે ચાલે છે રેખાનું ઘર ? જાણીને ચોંકી જશો

13 Jun, 2018

 બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી રેખા ૬૩ વર્ષની ઉંમરે પણ હજુ એટલી જ સુંદર છે કે જોવા વાળા તેની સુંદરતા જોઇને હેરાન થઇ જાય છે. રેખાએ પોતાની બોલીવુડ કેરીયરમાં પોતાની મનમોહક અંદાજ, પ્રેમ સંબંધો અને પ્રશંસકોની વચ્ચે લોકપ્રિયતાની સાથે દાયકાઓથી સિનેમામાં રાજ કર્યું છે.

એક સાધારણ ભાનુરેખા ગણેશનથી બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી એકટ્રેસ રેખા બનવાની સફર જરા પણ સરતળ નથી રહી. રેખાનો પરિવારની વાત કરીએ તો રેખા તમિલ અભિનેતા જેમિની ગણેશન અને તેલુગુ અભિનેત્રી પુષ્પવલ્લીની દીકરી છે. તેના પિતાએ પુષ્પવલ્લથી લગ્ન ન હતા કર્યા. કહેવામાં આવે છે કે રેખાના જન્મ સમયે તેના માતાપિતાના લગ્ન થયા ન હતા. તમને જણાવી દઇએ કે પોતાની ખુબસુરતી માટે પ્રખ્યાત રેખાને તેના સાધારણ લુકને કારણે ઘણીવાર ફિલ્મોમાં મનાઇ ફરમાવી દેવામાં આવી હતી. ઘણા લોકોએ તેના કાળા રંગને કારણે બદસુરત પણ કહી અને ફિલ્મ આપવાની ના પાડી દીધી હતી. જો કે રેખાએ હાર ન માનતા અને વર્ષ ૧૯૭૬માં પોતાને પુરી રીતે ચેન્જ કર્યા પછી દો અંજાનેની સાથે બોલીવુડમાં ધમાકેદાર એન્ટ્રી કરી.

રેખાએ બોલીવુડમાં જે નામ કમાયું છે તે કદાચ જ કોઇ કરી શકે. પરંતુ આજે રેખા વર્ષોથી ફિલ્મોથી દુર છે એવામાં કદાચ તમારા મનમાં એ સવાલ આવતો હશે કે રેખા પોતાનો ખર્ચ કેવી રીતે ચલાવે છે. તો આવો તમને જણાવીએ કે રેખાનો ખર્ચ કેવી રીતે ચાલે છે. તમને જો એવું લાગે છે કે રેખા ખરેખર ઘણા વર્ષોથી ફિલ્મોથી દુર છે તો તમે બિલકુલ ખોટું સમજી રહયા છો. રેખા ૧ વર્ષમાં એક ફિલ્મમાં તો નજર આવી જ જાય છે. રેખાએ જલ્દી જ ર ફિલ્મો આવવાની છે. ફિલ્મો સિવાય રેખા પોતાના મુંબઇ અને દક્ષિણ ભારત સ્થિત બંગલાના ભાડાથી પોતાની ઇન્કમ બનાવે છે.

એ વાત તો આપણે બધા જાણીએ છીએ કે રેખા રાજયસભા સદસ્ય છે. રેખાને રાજયસભા સદસ્ય હોવાને કારણે પગાર મળે છે. તેનાથી અતિરેકત રેખાએ પોતાની કેરીયર દરમ્યાન ઘણી બચત તો કરી હશે. તમને જણાવી દઇએ કે રેખા એક મધ્યમવર્ગીય પરિવારથી છે અને આવા પરિવારની ટેવ બચત કરવાની હોય છે.

જો તમે રેખાની લાઇફસ્ટાઇલ જોવામાં આવે તો તમે સમજી જશો કે તે ખોટા ખર્ચ કરવાનું પસંદ કરતી નથી. રેખા હંમેશા એટલા જ પૈસા ખર્ચ કરે છે જેટલી તેની આવશ્યકતા છે. આ સિવાય, રેખા બધા ટીવી શોમાં નજર આવે છે. રેખાને એવોર્ડમાં આવવાના પણ પૈસા મળે છે. તમને જણાવી દઇએ કે જયારે પણ કોઇ મોટો સ્ટારે કે પછી શોપની ઓપનિંગ થાય છે ત્યારે કોઇ સ્ટારને બોલાવવામાં આવે છે. રેખા પણ વધારે પડતી જગ્યાઓ હાજર રહે છે. રેખાને ઘણા વર્ષો પહેલા બિહાર સરકારે બિહારની બ્રાંડ એમ્બેસેડર બનાવી હતી. રેખાએ ઘણી સારી ફિલ્મોમાં કામ કયુૃં અને સફળ રહી છે. રેખાની ગણતરી આજે દેેશની મોટી અભિનેત્રીઓમાં થાય છે.