જો તમારે પણ અહીં તલનું નિશાન હોય તો ધનની નહીં પડે તકલીફ

19 Feb, 2018

 સામુદ્રિકશાસ્ત્રમાં વ્યક્તિના શરીર વિશે ઉલ્લેખ છે. જેમાં શરીર પરની નિશાનીઓ અને વ્યક્તિના ભવિષ્યને સંબંધ દર્શાવવામાં આવેલો છે. સામુદ્રિકશાસ્ત્ર અનુસાર હાથની કપાળની અને પગની રેખાઓ, શરીર પર તલ કે મસા કે પછી કાપાના નિશાન દરેકનું એક ચોક્કસ ફળ હોય છે. તે વ્યક્તિના ચોક્કસ સમયે ચોક્કસ પણ જોવા મળે છે. તેથી જ આ શાસ્ત્ર આટલા બહોળા પ્રમાણમાં આજે પણ લોકોમાં પ્રસિદ્ધિ ધરાવે છે. આજે જણાવીશું શરીર પરના આ પાંચ ચોક્કસ જગ્યાએ તલના નિશાન વિશે, જો આ સ્થાન પર વ્યક્તિને તલ હોય તો તેને ક્યારેય ધનની કમી રહેતી નથી. તેને અતિ શુભ માનવામાં આવે છે.

જો વ્યક્તિની નાભિ પર તલ હોય તો તે સૌભાગ્યનું સૂચક છે. તેનાથી વ્યક્તિને ધન અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. પણ આ જ તલ પેટ પર હોય તો તે દુર્ભાગ્યનો સૂચક છે. આવી વ્યક્તિ ભોજનની શોખિન તો હોય છે પણ દુર્ભાગ્યશાળી હોય છે.

 
 
 
 

જો વ્યક્તિની પીઠ પર તલ હોય તો વ્યક્તિ રોમેન્ટિત હોવા સાથે જ ધનવાન હોવાનું સૂચક છે. એવા વ્યક્તિ સારું કમાતા હોય છે અને ખૂબ ખર્ચા પણ કરતા હોય છે.

જો પગના અંગૂઠા પર તલનું નિશાન હોય તો તમે સમાજમાં પ્રતિષ્ઠિત અને સંપન્ન વ્યક્તિ  હોય છે.

જો વ્યક્તિના બે ભ્રમર(નેણ)ની વચ્ચે તલ હોય તો તે અતિ શુભ માનવામાં આવે છે. આ દાંપત્ય જીવન સિવાય ધન ધાન્ય માટે પણ શુભ માનવામાં આવે છે.

જો વ્યક્તિના કાનની આસપાસ એકથી બે ઈંચની ગોળાઈમાં તલ હોય તો વ્યક્તિ ધનવાન થાય છે. તે જન્મના 12 વર્ષ સુધીમાં પિતાની આર્થિક સ્થિતિમાં ખૂબ જ સારો વધારો થતો જોવા મળે છે.