માત્ર મિનિટોમાં જાણી લેશો કોણ ઉપયોગ કરી રહયું છે તમારો ફેસબુક ડેટા, બસ આ ટ્રિકની ખબર હોવી જોઇએ

23 Mar, 2018

 ફેસબુકના ડેટા ચોરીને લઇને દુનિયાભરમાં બબાલની વચ્ચે ફેસબુકના સીઇઓ માર્ક ઝકરબર્ગએ ત્રણ પ્લેટફોર્મ પર દુનિયા પાસે માફી માંગી છે.

ફેસબુક ડેટા ચોરી થવા પર માર્ક ઝકરબર્ગએ ભારતમાં ચૂંટણીથી પહેલા ફેસબકુની સિકયોરીટી ફીચર અને મજબુત કરવાની વાત કરી છે. તો આવો અમે જણાવીએ કે કેવી રીતે મિનિટોમાં ખબર પડી શકે છે તમારો ફેસબુક ડેટા કોની પાસે છે ?
 

સૌથી પહેલાી એફબી એકાઉન્ટ લોગીન કરો. જમણી સાઇડમાં એરો દેખાતો હશે તેના પર કલીક કરો. હવે એક નવું પેઇજ ખુલશે. હવે તમે સેટિંગ્સ પર કલીક કરો. પેઇજની નીચે લખેલું મળશે Download a copy of your facebook.

 

Download a copy of your facebook. પર કલીક કરો. ફેસબુક તરફથી તમારી પાસે તમારા ેઇમેઇલ પર એક લીંક જશે. આ લિંક દ્વારા એક ઝીપ ફાઇલ ડાઉનલોડ કરી શકાય છે. આ સિવાય ફેસબુક તમને ડાઉનલોડ આર્કાઇવનો પણ ઓપ્શન દેશે. આની અંદર તમારા વિશે પણ બધી જાણકારી હશે જયારથી તમે ફેસબુકનો ઉપયોગ કરવાનો શરૂ કર્યો હતો ત્યારથી અત્યાર સુધીની.

 

આ સિવાય તમને પ્રોફાઇલમાં આવનારી બધી એડસની જાણકારી આપવામાં આવી હશે. તમારો આ ડેટા ફેસબુક દ્વારા એડ કંપનીઓને આપવામાં આવ્યો હશે.

 

નામ Advertisers with your contact infoની સાથે હોય છે. આમાં તમારી ટાઇમલાઇન પર તમારા દ્વારા લાઇક કરવામાં આવેલી અથવા ઇન્ટ્રેસ્ટવાળી વસ્તુઓની એડ આવશે.

 

ત્યારપછી બીજી ફાઇલમાં એડ હિસ્ટ્રી મળશે. તેમાં તે બધી એડ હશે જેના પર તમે ફેસબુક ચલાવા દરમ્યાન કિલક કર્યુ હશે. છે ને સરળ ઉપાય. હવે તમે પણ આ ટ્રિકથી જાણી લો કે તમારું ફેસબુક ડેટા કોની પાસે છે ?