હાર્ટએટેકના એક મહિના પડેલા શરીર આપવા લાગે છે આ ખાસ સંકેત, આવી રીતે ઓળખો

09 Jul, 2018

તારક મહેતા ફેમ ડો. હાથીનું અચાનક જ થયેલા હાર્ટએટેક મૃત્યુથી તારક મહેતા સિરીયલના ચાહકો આઘાતમાં છે ત્યારે અમે તમને જણાવીએ છીએ કે હાર્ટએટેક આવતા પહેલા થોડાક એવા લક્ષણો હોય છે જેના દ્વારા આપણે હાર્ટએટેકને ઓળખી શકીએ છીએ.

 

 

 જેમ કે તમે જાણો છો કે આજના સમયમાં સૌથી વધારે લોકોનું મૃત્યુ હાર્ટએટેકથી થાય છે. તમે હંમેશા લોકોને આ કહેતા સાંભળ્યા જ હશે કે હાર્ટ એટેક અચાનક જ આવે છે અને તે પછી વ્યકિતનું મૃત્યુ થઇ જાય છે. એટલે દિલનો દૌરા પડતા પહેલા વ્યકિતને કોઇ સંકેત નથી મળતો.

પરંતુ તમને જાણકારી આપી દઇએ કે હાર્ટ એટેકથી થોડાક સમય પહેલા જ એનો સંકેત મળવાનો શરૂ થઇ જાય છે પરંતુ લોકો આ લક્ષણોને સામાન્ય સમજીને અણદેખો કરે છે જેને કારણે તેને જીવનું જોખમ આવી જાય છે. જી હાં, આજે અમે તમને જણાવી દઇએ કે હાર્ટ એટેકથી જોડાયેલા કેટલાક લક્ષણો વિશે તો ચાલો જાણીએ...

હાર્ટએટેકનો પહેલો લક્ષણ

ટેકનીકલી રૂપથી હાર્ટ એટેક ત્યારે આવે છે જયારે હાર્ટનો કોઇ ભાગ બ્લોક થઇ જાય છે. ત્યાં હાર્ટને ઓકસીજનયુકત લોહી નથી મળી શકતું. એવામાં તરત જ સારવાર ન મળવા પર દર્દીનું મૃત્યુ થઇ શકે છે. જી હા, એવામાં હાર્ટના સારા સ્વાસ્થ્ય માટે તમારે હંમેશા સેહતમંદ ખાણીપીણી અને વ્યાયામ પર ધ્યાન આપવું જોઇએ. આ સ્વિાય તમારી નજર હંમેશા તમારા સ્વાસ્થ્ય પર હોવી જોઇએ.

દિલના સ્વાસ્થ્યમાં થયેલા બદલાવને જે લક્ષણના રૂપમાં ઓળખવામાં આવે છે તે છે થકાણ. થકાણનો અહીં તે મતલબ છે કે શ્રમ કર્યા વિના અથવા મામુલી કાર્ય કરવામાં પણ જો તમે હંમેશા થકાણ અનુભવ કરો છો તો આ એક ચિંતાનું કારણ હોઇ શકે છે. જી હા, જો તમને પર્યાપ્ત માત્રામાં ભોજન કર્યો છો તથા ઉંઘ પણ પુરી લીધી છે તો પણ જો તમને થકાણ અનુભવાઇ તો આ સામાન્ય વાત નથી.

 

 

વારંવાર ઉંઘમાં જાગવું પણ હાર્ટએટેકનું કારણ

જો તમે વારંવાર ઉંઘમાંથી જાગી જાવ છો તો આ તમને ચેતવણી છે કે તમારા શરીરની સાથે કંઇ ઠીક નથી. એવામાં વારંવાર તમને લાગી શકે છે તે તમારે બાથરૂમ જવું છે અથવા તમને વારંવાર તરસ લાગવાના કારણે ઉઠવું પડે છે.

હાર્ટએટેકના અન્ય લક્ષણો

તમને જણાવી દઇએ હાંફ ચડવી પણ હાર્ટની કોઇ સમસ્યાનો સંકેત છે. જયારે શરીરને પર્યાપ્ત માત્રામાં ઓકસીજન નથી મળતુ તે પરિસ્થિતિમાં આવું થાય છે. આ સ્વિાય હંમેશા તમને ઉંડા શ્ર્વાસ લેવાની પણ આવશ્યકતાનો અનુભવ થાય છે.

સામાન્ય ભોજન કર્યા પછી પણ તમને અપચાની ફરિયાદ રહે છે તો પણ તમને દિલના સ્વાસ્થ્યથી જોડાયેલો મામલો હોય શકે છે.