હસીનના મેડિકલ ટેસ્ટથી શમી પર ફસાયો ગાળીયો, પોલીસ જલદી કરશે ખુલાસો

16 Mar, 2018

 ક્રિકેટર મોહમ્મદ શમીને લઇને એક પછી એક થઇ રહેલા નવા નવા ખુલાસાને જોઇને લાગે છે કે તેની મુશ્કેલીઓ જલદી ખત્મ થવાની નથી. પતિના ઘણી મહિલાઓ સાથે શારીરિક સંબંધ હોવાના આરોપથી ઘેરાયેલા મોહમ્મદ શમી પર દુષ્કર્મ કરવાનો આરોપ લગાવીને હસીન જહાંએ શમીની મુશ્કેલી વધારી દીધી છે.

હસીન જહાંના આરોપ પછી કોલકતા પોલીસે આ સંબંધમાં કેસ દાખલ કરીને હસીન જહાંનું મેડીકલ પણ કરાવી લીધું છે. પોલીસનો દાવો છે કે રીપોર્ટ જલદી જ કોર્ટમાં દાખલ કરવામાં આવશે.

કોલકતા પોલીસના જોઇન્ટ કમિશનર પ્રવીણ ત્રિપાઠીએ જણાવ્યું કે હસીન જહાંના બધા આરોપોની ગંભીરતાથી તપાસ થઇ રહી છે. પોલીસનો દાવો છે કે રીપોર્ટમાં શું આવ્યું છે તેને લઇને જલ્દી ખુલાસો કરવામાં આવશે.

આની સાથે જ પોલીસે હસીન જહાંના મોબાઇલ ફોનને પણ કબજામાં લઇને ફોરેન્સીંક તપાસ માટે મોકલી દીધા છે.

પોલીસનું કહેવું છે કે તે બીએમડબ્લ્યુ ગાડીની ફોરેન્સીંક તપાસ કરવામાં આવશે જેને શમી ચલાવતો હતો. કોલકતા પોલીસે કાલે તેના ફોટો અને ફીંગર પ્રિન્ટ પણ લેવામાં આવ્યા હતા.