ગાંધીનગર ગિફ્ટ સિટીનું 9 જાન્યુઆરીએ મોદીના હસ્તે ઉદ્દઘાટન

23 Nov, 2016

પીએમ મોદી 9 જાન્યુઆરીના રોજ ગિફ્ટ સિટીનું ઉદ્દઘાટન કરાશે. જ્યાં BSE દ્વારા ટ્રેડિંગ પણ શરૂ કરાશે. આ અંગેની જાહેરાત ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુંબઈમાં કરી છે.  ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી 2013માં નરેન્દ્ર મોદીના હસ્તે જ ગિફ્ટીના સિટીમાં બનેલા ટાવરનું ઉદ્દઘાટન કરાયું હતું. આ ટાવરનું બાંધકામ જૂન-૧૧થી શરૂ કરાયું હતું. અને ડિસેમ્બર-૧૨ના રોજ સંપન્ન થયું છે. 20 અબજ ડોલરના મેગા પ્રોજેક્ટ ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી (ગિફ્ટ)ને કનેક્ટિવિટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પરિવહનને એક જગ્યાએ લાવવાનું એક પ્લેટફોર્મ છે.  886 એકરમાં ફેલાયેલા આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ હાઈ ક્વોલિટી ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ કરાવવાનો છે, જેમાં વિજળી, પાણી, ગેસ, ડિસ્ટ્રિક્ટ કુલિંગ, રસ્તા, ટેલીકોમ અને બ્રોડબોન્ડ હશે. આ મુખ્યરૂપથી ફાઇનાન્સ અને ટેક કંપનીઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે, જેથી કરીને ફાઈનાન્સ અને ટેક કંપનીઓ મુંબઈ, બેંગાલુરુ અને ગુડવાંવ જેવી જગ્યાએથી ગુજરાતના ફાઇનાન્સ ટેક સિટીમાં રીલોકેટ થઈ શકે.