જોઈ ન શકતી યુવતીઓ રમી દીવા રાસ અને તલવાર રાસ

08 Oct, 2016

આ રાસ માટે છેલ્લા એક મહિનાથી પ્રૅક્ટિસ ચાલતી હતી અને એ પછી આ રાસ રમાડવામાં આવ્યા. યુવતીઓએ પર્ફેક્શન રાસ રમ્યા હતા, એમ છતાં પણ તેમની સુરક્ષા માટે મંડપમાં ફાયર-સેફ્ટીનાં સાધનો તથા બીજી મેડિકલ સુવિધાઓ પણ હાજર રાખવામાં આવી હતી તો બે ડૉક્ટરને પણ હાજર રાખવામાં આવ્યા હતા. માતાજીની દયાથી કોઈ પ્રકારની દુર્ઘટના ઘટી નહોતી એ સૌથી સારી વાત હતી. આ જ રાસ હવે આવતી કાલે વી. ડી. પારેખ અંધ મહિલા વિકાસગૃહમાં ફરીથી એક વાર રમાશે.

હરિયાણાના અમ્બાલામાં બરારા શહેરની રામલીલા ક્લબ એના રાવણના પૂતળાના દહન માટે પ્રસિદ્ધ છે. આ વર્ષે દશેરાને દિવસે દહન કરવા આ ક્લબે ૨૧૦ ફુટ ઊંચું પૂતળું બનાવ્યું છે. બરારાની ક્લબ છેલ્લાં કેટલાંક વર્ષોથી રાવણના પૂતળાની ઊંચાઈ વધારી રહી છે અને પાંચ વખત લિમકા બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ્સમાં પોતાનું નામ નોંધાવી ચૂકી છે. રાવણનું પૂતળું ઉત્તર પ્રદેશના મુસ્લિમ કારીગરોએ બનાવ્યું છે. પૂતળું કાગળ, લોખંડના સળિયા, આસામથી લાવવામાં આવેલા વાંસ અને કાપડથી બનાવવામાં આવ્યું છે. રાવણના આ પૂતળાનું વજન ૫૦૦૦ કિલોગ્રામ છે. રાવણની તલવાર ૫૦ ફુટ લાંબી છે. આ પૂતળામાં વાપરવામાં આવેલા ફટાકડા ઇકો-ફ્રેન્ડ્લી છે.