આજથી એક થયા આઇડિયા-વોડાફોન, હવે બનશે દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની

26 Jul, 2018

 ટેલીકોમ ઇન્ડસ્ટ્રીમાં સૌથી મોટા મર્જરને આજે મંજુરી મળી ગઇ છે. હવે આઇડિયા સેલ્યુલર અને વોડાફોન ઇન્ડિયાનું એકબીજામાં વિલય થઇ જશે. દુરસંચાર વિભાગ(ડોટ) આજે બંનેને વિલયને મંજુરીની અંતિમ મંજૂરી આપી દીધી છે. સુત્રો મુજબ ડોટ બંને કંપનીઓના પ્રમુખને સર્ટીફીકેટ સોંપી દીધું છે. બંનેના મર્જર થવાથી બનનારી નવી કંપની દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની બનશે. નવી કંપનીનું નામ વોડાફોન-આઇડિયા લીમીટેડ થશે. ગ્રાહક સંખ્યાના હિસાબથી પણ આ દેશની સૌથી મોટી મોબાઇલ દુરસંચાર સેવા કંપની થઇ જશે.

સુત્રોના જણાવ્યા મુજબ, વોડાફોન-આઇડિયાના વિલયને દુરસંચાર વિભાગની મંજૂરી ગુરૂવારને અંતિમ મંજૂરી આપી દીધી છે. બંને કંપનીઓએ વિલય પછી નવી કંપનીની સંયુકત કમાણી ર૩ અરબ ડોલર (૧.૫ લાખ કરોડ રૂપિયાથી વધુ) થશે., જેનો ૩પ ટકા માર્કેટ પર કબજો રહેશે. નવી કંપનીની પાસે લગભગ ૪૩ કરોડ ગ્રાહક થશે. વિલય પછી આ વધેલી તાકાતથી બંને કંપનીઓને બાઝાર પ્રતિસ્પર્ધા(કોમ્પિટિશન)થી નીપટવામાં ઘણી મદદ મળવાની ઉમ્મીદ છે. નવી કંપની રિલાયન્સ જીયોના આવ્યા પછી ટેલીકોમ બાઝાર આકર્ષક પેકેજ આપીને ગ્રાહકોને તોડ-જોડની જબરદસ્ત પ્રતિસ્પર્ધાથી પસાર થઇ રહી છે.

મર્જર પછી વોડાફોનની પાસે નવી કંપનીમાં ૪૫.૧ ટકા ભાગીદારી રહેશે. આદિત્ય બિરલા ગ્રુપની પાસે ૨૬ ટકા અને આઇડિયાના શેરધારકો પાસે ૨૮.૯ ટકા ભાગીદારી રહેશે. વિલયમાં જઇ રહી આ બંને ટેલીકોમ કંપનીઓ પર આ સમયે દેણુંનો સંયુકત બોઝ ૧.૧૫ લાખ કરોડ રૂપિયા લગભગ બતાવામાં આવી રહયો છે. તમને જણાવી દઇએ કે એક દિવસ પહેલા જ આઇડિયાએ મર્જરની અવેજીમાં દુરસંચાર વિભાગને બેંક ગેરેન્ટીના રૂપમાં ૭૨૪૯ કરોડ રૂપિયા દીધા હતા.

મર્જરની પ્રક્રિયા પુરી થયા પછી આઇડિયાની નવી કંપનીમાં કુમાર મંગલમ બિરલા ગેર કાર્યકારી ચેરમેન થશે અને વોડાફોન ઇન્ડિયાના સીઓઓ બાલેશ શર્માને કંપનીના સીઇઓ બનાવામાં આવશે. આઇડિયાના ચીફ ફાઇયાન્શીયલ ઓફિસર અક્ષય મુંદ્રા નવી કંપનીમાં પણ સીએફઓ તરીકે નિયુકત થશે.

યુઝર્સ પર શું થશે

કંપનીનું નામ બદલવા પર આઇડિયા અને વોડાફોનના યુઝર્સ નવી કંપની વોડાફોન આઇડિયા લીમીટેડના ગ્રાહક બની જશે. નવી કંપનીના ઓફર્સ અને નવા પ્લાનના ફાયદા તેમને મળશે. આ સિવાય જીયો અને એરટેલથી ટકકર લેવા માટે કંપની યુઝર્સને થોડાક વધુ બેનિફિટેકસ પણ આપી શકે છે.