ડોકટર જાણી જોઇને ખરાબ હેંડરાઇટીંગમાં દવાનું નામ શું કામ લખે છે ? જાણીને તમને વિશ્વાસ નહીં થાય

01 Jun, 2018

  કદાચ જ કોઇ એવા હશે જે ડોકટરો પાસે નહીં જતા હોય. જો તમે ડોકટરની પાસે ગયા છો તો તમે જરૂર જોયું હશે કે ડોકટર ઘણી ખરાબ લખાણમાં દવાઓના નામ લખે છે.

આવું કોઇ એક ડોકટર કરે તો વાત સમજમાં પણ આવે પરંતુ અહીં તો બધાનો હાલ લગભગ બરોબર છે. ઘણા લોકોના મનમાં આ ખ્યાલ પણ આવે છે કે, ડોકટર જાણીજોઇને આવુ કેમ કરે છે. તમે પણ એ જ વિચારતા હશો કે આટલું ભણેલા હોવા છતાં ડોકટરો દવાઓના નામ ખરાબ હેંડરાઇટીંગમાં કેમ લખે છે ? તે ઠીકઠાક રાઇટીંગમાં પણ તો લખી શકે છે.

પરંતુ હાલમાં જ આ રહસ્ય ખુલ્યું છે. છેલ્લા દિવસોમાં કરવામાં આવેલા એક સર્વેમાં આવેલા રીપોર્ટનું માનીએ તો જયારે ડોકટરને પુછવામાં આવ્યું કે ડોકટર પોતાની ક્રિસ્પ્રીશનમાં આટલી અજીબ હેન્ડરાઇટીંગ કેમ રાખે છે તે તેઓને જણાવ્યું કે આની પાછળ કોઇ મોટું કારણ નથી હોતું.

ડોકટર તરીકે, અમે ડોકટર બન્યા પહેલા ઘણી મહેનત કરી છે, જેના કારણે અમોએ ઘણા ઓછા સમયમાં ઘણી બધી પરીક્ષાઓ આપવી પડે છે. આ માટે સમય બચાવવાના ચકકરમાં અમે ઘણું ફાસ્ટ લખીએ છીએ. આ કારણે જ અમારી રાઇટીંગ ઘણી અજીબ થઇ ગઇ છે.

એટલું જ નહીં ડોકટરનું એ પણ માનવું છે કે જો તમે પણ ઘણું ઝડપી લખવાનું શરૂ કરી દો તો તમને પણ ડોકટર દ્વારા લખેલી હૈંડરાઇટીંગ સમજમાં આવવા લાગશે. ઘણી હદ સુધી ડોકટરની વાત સાચી છે પરંતુ દવાઓ મામલામાં આવું સમજમાં નથી આવતું.

તેમાં પણ ત્યારે જયારે દર વર્ષે ૭ હજાર લોકોના મોત માત્ર ડોકટરની ખરાબ હેૈંડરાઇટીંગને કારણ થાય છે. કેમ કે ડોકટર જે હૈંડરાઇટીંગ લખે છે તે મેડીકલ સ્ટોરવાળા સમજી નથી શકતા. તે માત્ર ડોકટર દ્વારા લખેલા પહેલા અક્ષર મુજબ જ દવાઓ આપે છે જેના કારણે ઘણીવાર ખોટી દવાઓ અપાઇ જાય છે. આને કારણે ઘણા લોકોએ જીવ ગુમાવો પડે છે.