હનુમાનજી કેમ સિંદૂર લગાવે છે તમે જાણો છો ? રોચક કથા છે એકવાર વાંચજો

27 Mar, 2018

 હિન્દુ ધર્મમાં હનુમાનજી એકમાત્ર એવા દેવતા છે કે જે શીઘ્ર પોતાનાં ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. 

તેમની પૂજાથી ભક્તોને શક્તિ અને સાહસની પ્રાપ્તિ થાય છે. ટીવી શોસનાં કારણે આપણે હનુમાનજી
 વિશે મોટાભાગે બધુ જાણીએ છીએ, પરંતુ આમ છતાં પણ બજરંગ બલિ વિશે કેટલાક એવા રહસ્યો છે
 કે જેનાથી આપણે હજી સુધી અજાણ છીએ. હનુમાનજીને ભગવાન શિવનો અવતાર કહેવામાં આવે છે 
તથા તેઓ શક્તિ, ભક્તિ અને દૃઢતાનાં પ્રતીક છે. બ્રહ્માજીની ન્યાય સભામાં અંજના નામની સ્ત્રીને ઋષિનો 
શ્રાપ મળ્યો હતો કે જ્યારે ક્યારેય પણ તે કોઈને પ્રેમ કરશે, તે તેનું મુખ વાંદરા સમાન થઈ જશે. બાદમાં
 તે સ્ત્રીએ ધરતી પર જન્મ લીધો. ત્યારે અંજનાને રાજા કેસરી સાથે પ્રેમ થયો કે જેઓ પોતે વાનરોનાં રાજા હતાં. 
બંનેએ વિવાહ કર્યા. અંજના સાચા મનથી ભગવાન શિવની ભક્તિ કરવા લાગી કે જેથી તેને પુત્રની પ્રાપ્તિ થાય અને ઋષિનાં શ્રાપમાંથી 
મુક્તિ મળી જાય. હનુમાનજી, ભગવાન રામના પરમ ભક્ત છે અને માતા સીતાને સિંદૂર લગાવતા જોઈ હનુમાનજીએ તેમને 
તેનું કારણ પૂછ્યું. ત્યારે સીતા માતાએ જણાવ્યું કે તેઓ ભગવાન રામના દીર્ઘાયુષ્ય માટે સિંદૂર લગાવે છે. 
આ સાંભળી હનુમાનજીએ આખા શરીર પર સિંદૂર લગાવી લીધું.