શું તમે જાણો છો દેવી લક્ષ્મીના ૧૮ પુત્રોના નામ, જેનું નામ લેવાથી થાય છે ધનલાભ

30 Jun, 2018

 માં લક્ષ્મી ધન-સંપત્તિની દેવી છે જે જીવનમાં સુખ-સૌભાગ્યને બનાવી રાખે છે. લક્ષ્મીને ભગવાન વિષ્ણુની અર્ધાંગિનીના રૂપમાં પુજવામાં આવે છે. આ બંનેના ૧૮ પુત્રોના વિભિન્ન ગ્રંથોમાં ઉલ્લેખ મળે છે.

 

 

એવી માન્યતા છે કે જો પૈસાની પરેશાની હોય તો માં લક્ષ્મીના આ ૧૮ પુત્રોનું નામ લેવાથી તરત જ ધનલાભ થાય છે. શુક્રવારે દેવીની પુજામાં આ નામના જાપથી માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને સમસ્યાઓથી છુટકારો મળે છે.

માતા લક્ષ્મીના પુત્રોના નામ

ચાલો જાણીએ લક્ષ્મીના આ ૧૮ પુત્રોના નામ શું છે : ૧. દેવસખા, ર. ચિકિલત ૩. આનંદ, ૪. કર્દમ, પ. શ્રીપ્રદ ૬. જાતવેદ ૭. અનુરાગ, ૮. સમ્વાદ, ૯. વિજય, ૧૦. વલ્લભ, ૧૧. મદ, ૧ર. હર્ષ, ૧૩. બળ, ૧૪. તેજ, ૧પ. દમક, ૧૬. સલિલ, ૧૭ ગુગ્ગુલ, ૧૮. કુરૂણ્યક.

 

 

જો તમે પણ કોઇ એવી પરિસ્થિતિનો શિકાર છો. જેમાં અચાનકથી રૂપિયાની જરૂર છે, તો આ ઉપાય શુક્રવારથી અજમાવો. માં તો માં છે, પછી લક્ષ્મી જ કેમ ન હોય, પુત્રોના નામ બોલશો તો માં દોડી ચાલી આવશે.