આટલું ધ્યાન નહીં રાખો તો ગમે ત્યારે ફાટી શકે છે કારનું ટાયર..

24 Jun, 2018

 આજકાલ વાહનો અને રસ્તા પર ટ્રાફિકની સમસ્યા દિનપ્રતિદિન વધી રહી છે. મહિને 15થી 20 હજાર રુપિયા કમાતી વ્યક્તિ પણ સરળતાથી કારની ખરીદી કરી શકે છે. પણ આ બધાની સાથે અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. કાર ચલાવાની સાથે સુરક્ષિત રહેવા માટે તેની કાળજી લેવી પણ ઘણી મહત્વની છે. કારના એન્જિન અને માઈલેજની સાથે કારના ટાયરનું ધ્યાન રાખવું ઘણું જ જરુરી છે.

 
રોડ સાથે કારની પક્કડ જળવાઈ રહે તે માટે કાર પર તૈયાર કરવામાં આવેલી ડિઝાઈન ઘસાઈ ગઈ હોય તો ટાયર બદલી નાખવું જોઈએ. અહીં કોઈ પંક્ચર કે અન્ય તકલીફ ન હોય તો પણ કાર બદલી નાખવું જોઈએ. ટાયર જેટલું ઘસાયેલું હોય તેટલા તેના ફાટવાના ચાન્સિસ વધી જાય છે.
 
જો કારમાં એર પ્રેશર માપવાનું મશીન હોય તો લાંબી મુસાફરી માટે નીકળતા પહેલા એક વખત હવાનું પ્રેશર જરુર ચકાસી લો. જો કારમાં પ્રેશર ચકાસવાનું મશીન ન હોય તો નજીકના પેટ્રોલ પંપ કે ગેરેજ પર જઈને હવા ચેક કરાવી લો. લાબું ડ્રાઈવ કરવાથી ટાયર ગરમ થવાના કારણે હવા ચેક કરાવવાથી યોગ્ય પ્રેશર જાણી શકાતું નથી. માટે કારને 3-4 કિલોમીટર ચલાવ્યા પછી પ્રેશર ચેક કરાવવું જોઈએ.
 
આજકાલ સામાન્ય કારને રોયલ લૂક આપવાના પ્રયત્નો કરવામાં આવતા હોય છે. પણ કારમાં જે વસ્તુઓ ફીટ કરી છે તેના પહેલા ઘણાં ટેસ્ટ કરવામાં આવતા હોય છે માટે કારનો લૂક બદલા માટે તેમાં મોટા ટાયર ન લગાવશો. આમ કરવાથી કાર ટર્નિંગમાં મુશ્કેલી પડશે અને કાર પર દબાણ વધી જશે. 
 
કારના ઉપયોગ પ્રમાણે સમયાંતરે વ્હીલ બેલેન્સિંગ કરાવવું જોઈએ.
 
સર્વિસમાં કાર મૂકો તેવા સમય એક્સપર્ટ પાસેથી માહિતી લઈને કારના ટાયર ઈન્ટરચેન્જ કરવા જોઈએ. એટલે કે આગળના ટાયર પાછળ અને પાછળના આગળ. આમ કરવાથી ટાયરની લાઈફ સુધરે છે અને ટાયરો પરનો ઘસારો વહેંચાઈ જાય છે.
 
લાંબી મુસાફરી પર જતા પહેલા સ્પેર વ્હીલ પણ ચોક્કસ ચકાસવું જોઈએ.