શ્રીદેવીના પાર્થિવ દેહનો મેકઅપ ધ્રુજતા ધ્રુજતા હાથે કોણે કર્યો હતો ? રાની મુખર્જીએ પણ કરી હતી મદદ

01 Mar, 2018

 શ્રીદેવીએ પોતાની કરિયરમાં અનેક ફિલ્મ્સમાં પોતાના લુકને કારણે ચાહકોમાં લોકપ્રિય બની છે. અંતિમ વિદાયમાં શ્રીદેવી લાલ રંગની કાંજીવરમ સાડી, લાલ મોટો ચાંદલો, મંગળસૂત્ર તથા લિપસ્ટિકમાં હતી. શ્રીદેવીની આ તસવીર ચાહકોના મનમાં અમીટ છાપ મૂકીને ગઈ છે અને હંમેશ માટે ચાહકોના દિલમાં આ તસવીર અંકિત થઈ ગઈ છે. જોકે, આ તસવીર જોયા બાદ અનેકના મનમાં સવાલ આવ્યો હતો કે શ્રીદેવીના પાર્થિવ દેહને મેક-અપ કોણે કર્યો હતો. શ્રીદેવીના પાર્થિવ દેહને મેક-અપ આર્ટિસ્ટ રાજેશ પાટિલે સજાવ્યો હતો.

શ્રીદેવીના હેર સ્ટાઈલિસ્ટ નૂરજહાં અનસારીએ વાતચીતમાં કહ્યું હતું, ''મેં જ સેલિબ્રિટી મેક-અપ આર્ટિસ્ટ રાજેશ પાટિલનું નામ સૂચવ્યું હતું. રાજેશ પાટિલે 'મોમ' ફિલ્મમાં શ્રીદેવીનો મેક-એપ કર્યો હતો. મેડમ શ્રીદેવીને રાજેશ પાટિલનુ કામ ઘણું જ પસંદ હતું. જ્યારે રાજેશ પાટિલ શ્રીદેવીના પાર્થિવ દેહનો મેક-અપ કરતો હતો ત્યારે સતત બોલિવૂડ એક્ટ્રેસ રાની મુખર્જીએ મદદ કરી હતી.''
રડતાં રડતાં શ્રીદેવીની હેર સ્ટાઈલિસ્ટ નૂરજહાંએ કહ્યું હતું, ''અમે શ્રીદેવીનો પાર્થિવ દેહ માત્ર પાંચ મિનિટમાં જ સજાવી દીધો હતો. એનો મતલબ એવો નહોતો કે અમે ઉતાવળ કરી હતી. મેડમ પોતાની આઈબ્રોને લઈને ઘણાં જ કોન્સિયસ રહેતા હતાં, તેથી જ અમે આઈબ્રો ઘણી જ સાચવીને કરી હતી. તેઓ ચાંદલો તથા લિપસ્ટિકને કલરને લઈને પણ ચૂઝી હતા. આથી જ અમે સિંદૂરી રંગની બિંદી તથા રેડ લિપસ્ટિક લગાવી હતી. આ તેમની ફેવરિટ હતી. તેઓ એટલા સુંદર લાગતા હતાં કે જાણે શૂટિંગનો શોટ આપવા માટે તૈયાર થયા હોય.''

Loading...

Loading...