VIDEO: 'Big Boss' 12નો બીજો પ્રોમો રિલીઝ, આવો હશે સલમાનનો અંદાજ

20 Aug, 2018

'બિગ બોસ' સીઝન 12ની પ્રતિક્ષા હવે ખતમ થવાની છે કેમકે શો નો બીજો પ્રોમો પણ સામે આવી ગયો છે. આ વખતનો પ્રોમો પાછલી તમામ સીઝનથી અલગ છે જેને જોઈને તમે એટલું જરૂર કહી શકો છો કે 'બિગ બોસ' સીઝન 12 સૌથી અલગ થવાનું છે, કેમકે આ પ્રોમોમાં સલમાન ખાન મામા-ભાણેજની સ્ટોરીને એલગ ઢંગથી બતાવી રહ્યા છે...

પ્રોમોમાં સલમાન ખાન કુર્તા પાયજામામાં જોવા મળી રહ્યો છે. સાથે જ મામા-ભાણેજની સ્ટોરી કહી રહ્યો છે. આ પ્રોમોમાં ભાણો પોતાના મામાને પૂછ્યા વગર કોઈ કામ નથી કરી રહ્યો. લગ્ન માટે છોકરીનું નામ પૂછવા માટે પણ તે પોતાના મામની આજ્ઞા લી રહ્યો છે. 

 


જણાવી દઈએ કે આ વખતે શો મા 3 કોમનર અને 3 સેલિબ્રિટિઝ જોડી હશે. કુલ 21 કંન્ટેસ્ટન્ટમાંથી તે 12 કન્ટેસ્ટંટ્સ હશે. બાકી બચેલા 9 કન્ટેસ્ટંટમાંથી 3 સેલિબ્રિટિઝ અને 6 કોમનર હશે. ક્યાં 6 કોમનર કન્ટેસ્ટંટ્સ શો મા એન્ટ્રી કરશે આ વાતનો ખુલાસો સલમાન ખાન શો ની ઓપનિંગ પર કરશે અને દબંગ ખાન સલમાન ખાન જ જોડી બનાવીને ઘરમા પ્રવેશ કરાવશે. આ તમામ વસ્તુ જાણ્યા પછી એવું લાગે છે કે શો આ વખતે 'બિગ બોસ'ના દર્શકોને વધારે એન્ટરટેનમેન્ટ કરનારો હશે.

Loading...

Loading...