જયારે પાક મહિલા પત્રકારે અટલજીને કહયુ, હું તમારી સાથે લગ્ન કરવા તૈયાર છું, અટલજીએ પણ દીધો ગજબનો જવાબ

14 Nov, 2018

 આજના સમયમાં દુનિયામા્ર કદાચ કોઇ એવું જે અટલ બિહારી બાજપેયીજીને જાણે છે. અટલજીએ ૧૬ ઓગસ્ટ ૨૦૧૮ના એક લાંબી બિમારી પછી અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન દિલ્હીમાં દેહત્યાગ કરી દીધો અટલજીએ પોતાના શાસનકાળમાં દેશને નવી ઉંચાઇઓ સુધી પહોંચાડયો.

અટલ બિહાર વાજપેયી આખુ જીવન અવિવાહીત રહે. તેમણે લાંબા સમયથી દોસ્ત રહેલી રાજકુમારી કૌલ અને બી એન કૌલની પુત્રી નમિતા ભટ્ટાચાર્યને પોતાની દત્તક પુત્રીના રૂપમાં સ્વીકાર કરી. અટલ બિહારી હિંદીના એક પ્રસિદ્ધ કવિ પણ હતા. તેના દ્વારા પ્રકાશિત કાર્યોમાં કાઇડી કવિરાઇ કુંડલિયન સામેલ છે. જે આપાતકાળ દરમ્યાન કેદ કરાયેલી કવિતાઓનો સંગ્રહ હતો. મેરી ઇકયાવન કવિતાઓ અટલજીનુ પ્રસિદ્ધ કાવ્યસંગ્રહ હતું. પરમાણુ શકિત સંપન્ન દેશોની સંભાવિત નારાજગથી વિચલિત થયા વિના તેમણે અગ્નિ-બે અને પરમાણુ પરીક્ષણ કરી દેની સુરક્ષા માટે સાહસીક કદમ ઉઠાવ્યું. સન ૧૯૯૮માં રાજસ્થાનના પોખરણમાં ભારતનું દ્વિતીય પરમાણુ પરીક્ષણ કર્યુ જેમાં અમેરિકાની સીઆઇએને ખ્યાલ પણ ન આવવા દીધો.

 

આ વાત ૧૯૯૯ની છે જયારે ભારતના તત્કાલીક પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીએ ભારતથી પાકિસ્તાનની વચ્ચે બસ સેવાની શરૂઆત કરી હતી. અમૃતસર-લાહોર બસ સેવા શરૂ કર્યા પછી પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી સ્વયં બસમાં સવાર થઇને લાહોર સુધી યાત્રા કરી હતી. લાહોર પહોંચ્યા પછી ભારતના પીએમએ તેમનું જોરદાર સ્વાગત કર્યું. આ દરમ્યાન તેમણે ત્યાંના ગવર્નર હાઉસમાં જબરદસ્ત ભાષણ આપ્યું હતું અને પાકિસ્તાનને ફીટકાર લગાવતા કહયું હતું, તમે દોસ્ત બદલી શકો છો, પાડોશી નહીં, ઇતિહાસ બદલી શકો છો ભૂગોળ નહીં.

ભાષણ દરમ્યાન એક પાકિસ્તાની મહિલા પત્રકારે પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને સવાલ પુછતા ઘણી ચાલાકીથી કાશ્મીર મામલા પર ચોટ કરી દીધી. તે મહિલા પત્રકારે પ્રધાનમંત્રી અટલ બિહારી વાજેપયીથી પુછયુ કે તમે અત્યાર સુધી લગ્ન કેમ નથી કર્યા, હું તમારી સાથે લગ્ન કરવા તૈયાર છું, પરંતુ મારી એક શરત છે કે તમે મુંહ દિખાઇમાં મને કાશ્મીર આપી દેેશો. મહિલા પત્રકારની વાત સાંભળીને અટલજી હસ્યા અને પછી તેમણે જવાબ આપતા કહયું કે હું તૈયાર છું પરંતુ મને દહેજમાં આખું પાકિસ્તાન જોઇએ છે. ભારતીય પીએમ અટલજીના આ હાજરજવાબીથી બધા ખડખડાટ હસવા લાગ્યા.