Asian Games 2018: 16 વર્ષના સૌરભે ગોલ્ડ જીત્યો

21 Aug, 2018

ઇન્ડોનેશિયામાં રમાઈ રહેલા 18માં એશિયન ગેમ્સમાં 16 વર્ષના સૌરભ ચૌધરીએ બતાવી દીધું છે કે પ્રતિભા ઉમર સાથે નથી હોતી. 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં સૌરભ ચૌધરીએ ભારત માટે ગોલ્ડ જીત્યો છે. ક્વોલીફાયિંગ રાઉન્ડ દરમિયાન ભારતના સૌરભ ચૌધરી 10 મીટર એર પિસ્ટલ ક્વોલીફાયિંગમાં 586 પોઇન્ટ મેળવીને ટોપ પર રહ્યા

ધ્યાન આપવા જેવી બાબત છે કે એશિયન ગેમ્સમાં ભારત નિશાનેબાજીમાં ત્રણ મેડલ મેળવી ચૂક્યું છે. આ ભારતનો ચોથો મેડલ છે. એશિયન ગેમ્સના બીજા દિવસે ભારતને બે મેડલ મળ્યા હતા. નિશાનેબાજ લક્ષ્યે સોમવારે પુરુષોની ટ્રેપ સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવ્યો. લક્ષ્યે બીજું સ્થાન મેળવીને મેડલ પોતાને નામ કર્યો હતો.