આસારામ કેસ : પીડિતાની વેદના સાંભળીને રૂંવાટા ઉભા થઇ જશે, જાણો શું થયું હતું એ રાતે

25 Apr, 2018

 યૌન શોષણ કેસમાં આસારામ પર 25 એપ્રિલ એટલે કે બુધવારના રોજ આજે જોધપુર કોર્ટ પોતાનો નિર્ણય સંભળાવશે. પીડિતાએ આરોપ મૂકયો છે કે 15 અને 16 ઑગસ્ટની રાત્રે જોધપુરના એક ફાર્મ હાઉસમાં આસારામે સારવારના બહાને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાએ દિલ્હીના કમલાનગર પોલીસ સ્ટેશનમાં 19 ઑગસ્ટ 2013ના રોજ આસારામની વિરૂદ્ધ એફઆઇઆર નોંધાવી હતી.


આસારામ પર ઝીરો નંબરની એફઆઇઆર નોંધાવી હતી, ત્યારબાદ જોધપુર કેસ ટ્રાન્સફર કરી દેવાયો હતો. આસારામની વિરૂદ્ધ આઇપીસીની કલમ 342, 376, 354-એ, 506, 509/34, જેજે એકટ 23 અને 26 એને પોક્સો એકટની કલમ 8ની અંતર્ગત કેસ નોંધાયો હતો. ત્યારબાદ 31 ઑગસ્ટ 2013ના રોજ મધ્યપ્રદેશના ઇન્દોરથી આસારામની ધરપકડ કરાઇ હતી.


જોધપુર સેશન કોર્ટમાં આસારામની વિરૂદ્ધ કેસ ચાલ્યો. કોર્ટે આરોપ નક્કી કર્યા. આરોપ પત્રમાં 58 સાક્ષી રજૂ કરાયા. જ્યારે પ્રોસિક્યુશન પક્ષની તરફથી 44 સાક્ષીઓએ સાક્ષી આપ્યા. 11 એપ્રિલ 2014થી 21 એપ્રિલ 2014 દરમ્યાન પીડિતાના 12 પાનાનાં નિવેદન લેવાયા. 4 ઑક્ટોબર 2016ના રોજ આસારામને કેદની સજા નોંધાઇ.

22 નવેમ્બર 2016થી 11 ઑક્ટોબર 2017 સુધી બચાવ પક્ષે 31 સાક્ષીઓના નિવેદન નોંધ્યા. તેની સાથે જ 225 દસ્તાવેજ રજૂ કરાયા. એસસી-એસટી કોર્ટમાં 7 એપ્રિલના રોજ ચર્ચા પૂરી થઇ ગઇ અને કોર્ટે નિર્ણય સંભળાવાની તારીખ 25 એપ્રિલ નક્કી કરી દીધી. પોલીસની ચાર્જશીટમાં આસારામને સગીર વિદ્યાર્થીને સમર્પિત કરવા અને યૌન શોષણ કરવાનો આરોપી મનાયો છે.

શાહજહાંપુરની બળાત્કારપીડિતાએ આઇપીસીની ધારા 164 અંતર્ગત પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. તે આસારામના ગુરુકુળમાં અભ્યાસ કરતી હતી. પેટમાં દુ:ખાવો થતાં એક સાધકે તેને ભૂતનો વળગાડ હોવાનું કહી ૧૪ ઓગસ્ટ 2013ના રોજ આસારામ પાસે લઇ જવાઇ હતી. આસારામે તેને જણાવ્યું હતું કે, હું તારું ભૂત ઉતારી દઇશ. તું કયા ધોરણમાં અભ્યાસ કરે છે? સગીરાએ જણાવ્યું હતું કે, બાપુ હું સીએ કરું છું. બાપુએ તેને કહ્યું હતું કે, સીએ બનીને શું કરીશ? બીએડ કરીને શિક્ષિકા બની જા. તને મારા ગુરુકુળમાં જ શિક્ષિકા બનાવી દઇશ. ત્યારબાદ પ્રિન્સિપાલ પણ બનાવી દઇશ. રાતે મારી પાસે આવજે હું તારું ભૂત ઉતારી દઇશ. 15 અને 16 ઓગસ્ટની રાતે પીડિતાને આસારામની કુટિયામાં લઇ જવામાં આવે છે. ત્યાં તેને રસોઇયા દ્વારા દૂધનો એક ગ્લાસ અપાયો હતો. ત્યારબાદ આસારામે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.
 
Source By : Sandesh