અમિતાભે શેર કરી ૪૦ વર્ષ જુની ખુબસુરત તસવીર, નજર હટાવી થઇ રહી છે મુશ્કેલ

14 Feb, 2018

 રાતોરાત પોતાના કજરારે નૈનોથી બધાને દીવાના બનાવાવાળી ઇન્ટરનેટ સેંસેશન બનેલી મલયાલી એકટ્રેસ પ્રિયા પ્રકાશ પછી વધુ ફોટોએ બધાનું દિલ જીતી લીધું છે. ખાત વાત એ છે કે આ ફોટો કોઇ બીજાનો નહીં પરંતુ ખુદ બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને સોશ્યલ મીડિયામાં શેર કર્યો છે.

લગ્નના ૪૦ વર્ષ વિત્યા છતાં અમિતાભ અને જયાના પ્રેમમાં કંઇ કમી નથી આવી. આજે વેલેન્ટાઇન ડે પર અમિતાભે જયાની સાથે પોતાની એક જુની તસવીર સોશ્યલ મીડિયામાં શેર કરી છે. આ તસવીરમાં જયા અને અમિતાભ ગાડીમાં અંદર બેઠા છે. ખાસ વાત એ છે કે ફોટોમાં અમિતાભ જયાના વાળ સંવારતા દખાય છે.જયારે જયા શરમથી પોતાની નજર ઝુકાવીને બેઠી છે. 
ફોટોને શેર કરીને અમિતાભે લખ્યું, યાદેં કુછ ઇસ તરહ કે નાજુક પલો સે બની હૈ... તમને જણાવી દઇએ કે અમિતાભે પહેલીવાર જયાને એક મેગેઝીનના કવર પર જોઇ હતી. ત્યારપછી અમિતાભ તે જ સમયે પોતાનો દિલ દઇ બેઠા હતા.