સારી સ્ક્રિપ્ટ લાવો, ત્રણેય ખાન એકસાથે આવશે : આમિર ખાન

09 Dec, 2014

જર્નલિસ્ટ રજત શર્માના ટીવી-શો ‘આપકી અદાલત’નાં ૨૧ વર્ષ પૂરાં થયાં એ નિમિત્તે દિલ્હીમાં આયોજિત એક જલસામાં આમિર ખાન, શાહરુખ ખાન અને સલમાન ખાન ભેગા થયા એટલે આમિરને આ સંદર્ભમાં પૂછવામાં આવ્યું કે તમે સાથે કોઈ ફિલ્મ કરવાના છો? આ સવાલના જવાબમાં આમિરે કહ્યું હતું કે ‘હું ખરેખર માનું છું કે અમને ત્રણેયને સાથે ચમકાવતી ફિલ્મ એક્સાઇટિંગ હશે અને જો અમને ત્રણેયને જચી જાય એવી સ્ક્રિપ્ટ હાથમાં આવશે તો મને ખાતરી છે કે અમને એ ફિલ્મમાં કામ કરવાનું ગમશે.