Viral Video : ’2.0’ માં અક્ષયકુમાર આ રીતે બન્યો ખતરનાક વિલ, આ મેકઅપ વીડિયો તમારા હોશ ઉડાડી દેશે

17 Nov, 2018

 સાઉથના સુપરસ્ટાર રજનીકાંત અને બોલીવુડના ખિલાડી અક્ષયકુમારની ફિલ્મ ૨.૦ જલ્દી જ સિનેમાઘરોમાં રીલીઝ થવાની છે. કેટલાક દિવસો પહેલા આવેલી ફિલ્મના ટ્રેલરને પોઝીટીવ-નેગેટીવ રીએકશન દર્શકોથી મળ્યા છે. ફિલ્મના ઘણા પોસ્ટર્સ પણ હજુ સુધી સોશ્યલ મીડિયા પર આવી ચુકયા છે પરંતુ હવે અક્ષયકુમારે ફિલ્મથી જોડાયેલો પોતાનો એક ખાસ વીડિયો પોતાના સોશ્યલ મીડિયા પર શેયર કર્યો છે. આ વીડિયોમાં ફિલ્મના પાત્ર માટે અક્ષયને કેટલો ભારે મેકઅપ કરવો પડયો હતો તે બતાવવામાં આવ્યું છે. આ વીડિયો તમારા હોંશ ઉડાડી દેશે.

ખરેખર આ વીડિયો શાનદાર છે. જેને બોલીવુડના કેટલાક દિગ્ગજ અભિનેતાઓએ પસંદ કર્યો છે. હાલમાં જ ફિલ્મના ટ્રેલર લોન્ચ પર ફિલ્મમાં પોતાના મેકઅપ અને પોતાના પાત્ર વિશે અક્ષયકુમારે કહયું, ફિલ્મમાં પોતાના પાત્ર માટે જેટલો મેકઅપ કર્યો. એટલો પોતાની અત્યાર સુધીની જિંદગીમાં કયારેય નથી કર્યો. આ એક મોટી ચુનોતીપૂર્ણ ભૂમિકા હતી. તેમને લગભગ ૪ કલાકનો મેકઅપ કરવાની જરૂરત હતી અને બીજી દોઢ કલાકને તેની ઉતારવામાં થતી હતી. અક્ષયે જણાવ્યું કે આ ફિલ્મ માટે તેને ઘણી મહેનત કરી છે.

ટ્રેલર રીલીઝ પછી અક્ષયકુમારનો લુક ચર્ચામાં આવી ગયો છે. જયાં લોકો તેના લુકના વખાણ કરી રહયા છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને રજનીકાંત સિવાય અમી જૈકશન, સુધાંશુ પાંડે અને આદિલ હુસેન જેવા કલાકારો પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું મ્યુઝીક આપવામાં આવ્યું એ.આર. રહેમાન જયારે તેનું નિર્દેશન કર્યું છે શંકરએ. આ ફિલ્મ ૨૯ નવેમ્બરના સિનેમાઘરોમાં રીલીઝ થવાની છે.

Loading...

Loading...