શિયાળામાં પગથી લઇ માથા સુધીની સંભાળ રાખશે, આ 10 ઘરેલૂ ટિપ્સ

31 Dec, 2015

 જેમ જેમ તાપમાન નીચે જાય છે, સાથે સાથે જ તમારી ત્વચાનું સ્વાસ્થ્ય પણ લથડે છે. અહીં કેટલીક ટિપ્સ આપવામાં આવી છે, જેની મદદથી તમે આરામથી શિયાળામાં હેલ્ધી સ્કિન જાળવી શકશો. 

 
1. પ્રોડક્ટ્સ બદલો 
સૌથી જરૂરી ચીજ સૌથી પહેલાં, જે પ્રકારે શિયાળા માટે તમે કપડાં બદલો છો, એ જ પ્રકારે તમારાં સ્કિનકેર પ્રોડક્ટ્સ પણ શિયાળામાં બદલવા જોઇએ. જે પ્રોડક્ટ્સ તમે ઉનાળામાં ઉપયોગ કરી રહ્યા હતા, તે આ શિયાળામાં કામ નહીં કરે. 
 
2. આલ્કોહોલને કહો ના 
શિયાળામાં ઉપયોગ કરવામાં આવેલા પ્રોડક્ટ્સના લેબલ ધ્યાનથી વાંચો અને આલ્કોહોલવાળા પ્રોડક્ટ્સને અવોઇડ કરો, જેથી તમારી ત્વચા શુષ્ક ના દેખાય. (શિયાળામાં મખમલ જેવી મુલાયમ ત્વચા માટે ટ્રાય કરો 5 સરળ ટિપ્સ) 
 
3. કોમળતાથી કરો ક્લિન્ઝ 
તમારાં ચહેરાને સાફ કરવા માટે સાબુને બદલે ફેશ વોશનો ઉપયોગ કરો. શિયાળા માટે એક ક્રિમી ફેશ વોશ ઠીક રહેશે, તેને અમુક સેકન્ડ્સ માટે લગાવો અને ધોઇ લો. વધારે પડતાં ગરમ પાણીનો ઉપયોગ ના કરો કારણ કે તેનાથી તમારી ત્વચાના નેચરલ ઓઇલ્સને શોષીને તેને શુષ્ક બનાવી દે છે. તેના બદલે ગરમ પાણીનો ઉપયોગ કરો. 
 
4. ટોનર જરૂરી નથી 
આ વાતાવરણમાં ટોનરનો ઉપયોગ જરૂરી નથી, જો કે મોઇશ્ચરાઇઝ કરવાનું ના ભૂલો. સ્હેજ ભીના ચહેરા પર કોઇ મોઇશ્ચરાઇઝિંગ લોશન લગાવો. ચહેરા પર Vaseline અથવા પેટ્રોલિયમ જેલી ના લગાવો – તેને માત્ર હાથ અને પગ ઉપર જ લગાવો. અઠવાડિયામાં એકવાર ડેડ સ્કિન સેલ્સને હટાવવા માટે સ્ક્રબ ચોક્કસથી કરો. (શિયાળો તમારી સુંદરતા બગાડે તે પહેલા જાણી લો આ 5 ટિપ્સ)
 
5. બાથ લેતાં પહેલા 
સ્નાનથી પહેલા કમસે કમ 5થી 10 મિનિટ ત્વચાને મોઇશ્ચરાઇઝ કરો. તમારાં હાથ અને પગ પર બેબી ઓઇલ અથવા ઓલિવ ઓઇલથી મસાજ કરો તેનાથી ત્વચાનું મોઇશ્ચરાઇઝ જળવાઇ રહેશે. તમારી ત્વચાને એક્સફોલિએટ કરવા માચે લૂફાનો અને પગના તળિયાને સ્ક્રબ કરવા માટે પ્યૂમિસ સ્ટોરનો ઉપયોગ કરો. 
 
6. પાણીમાં તેલ ઉમેરો 
તમને શિયાળામાં ગરમ પાણીથી નહાવાનું ગમતું જ હશે, પરંતુ ત્વચા માટે તે સારું નથી. તમારાં નહાવાના પાણીમાં બાથ ઓઇલ્સ ઉમેરો જેનાથી ગરમ પાણીના કારણે ત્વચાને વધારે નુકસાન ના થાય. એક બાલદી પાણીમાં એક ઢાકણ (બોટલ કેપ) પુરતું છે, આનાથી વધારે તમારાં શરીરને ઓઇલી બનાવી દેશે. (બ્યુટી લિસ્ટમાં સામેલ કરો આયુર્વેદના આ 6 સુપરસ્ટાર,મેળવો હેલ્ધી સ્કિન અને હેર!) 
 
7. સાબુનો રાખો ખ્યાલ 
આ વાતાવરણમાં સામાન્ય સાબુ તમારી ત્વચા માટે ઠીક નથી, તેના બદલે ગ્લિસરિન-બેઝ્ડ અથવા મોઇશ્ચરાઇઝિંગ સાબુ અથવા બોડી વોશનો ઉપયોગ કરો. 
 
8. હાથનો પણ રાખો ખ્યાલ 
તમારાં હાથ-પગમાં ઓછાં ઓઇલ ગ્લેન્ડ્સ હોય છે, જેના કારણે તે સરળતાથી શુષ્ક થઇ જાય છે. બહાર નિકળતા પહેલાં તમારાં હાથ પર લેક્ટિક એસિડ યુક્ત ક્રિમ્સ અથવા બદામનું તેલ લગાવો, ગ્લવ્સ પહેરો. અઠવાડિયામાં એકવાર તેને 5થી 10 મિનિટ માટે હળવા ગરમ પાણીમાં ડૂબાડ્યા બાદ ક્રિમ મસાજ કરો. (મહારાણીઓ પણ સુંદરતા માટે અજમાવતી હતી આ ઘરેલૂ ઉપચાર, જાણો ટિપ્સ) 
 
9. પગને ના ભૂલો 
તમારાં પગને ફાટવાથી બચાવવા માટે, સૂતા પહેલા પગ પર ક્રિમ લગાવો અને પછી મોજા પહેરો. દરરોજ મોજાં બદલો કારણ કે ફાટેલી એડિયોમાં ઝડપથી ઇન્ફેક્શન લાગે છે. 
 
10. મેકઅપ 
મેકઅપ લગાવતા પહેલાં મોઇશ્ચરાઇઝિંગ લોશન લગાવો, મેકઅપ હટાવતી વખતે કે લગાવતી વખતે સખત ના બનો, આનાથી ત્વચાને નુકસાન પહોંચે છે. શિમર લિપસ્ટિક્સ અને બ્લશને બદલે મેટનો ઉપયોગ કરો. આલ્કોહોલ બેઝ્ડ પ્રોડક્ટ્સથી પણ દૂર રહો. મેડિકેટેડ અથવા ફ્લેવર્ડ બામને બદલે પ્લેન મેકઅપનો જ ઉપયોગ કરો.