સફેદ વાળને કુદરતી રીતે કાળા બનાવશે આ એક ઉપાય

12 Feb, 2018

 ઉંમર વધવાની સાથે વાળ સફેદ થવાની સમસ્યા સર્જાતી રહે છે. વાળનો પ્રાકૃતિક રંગ ધીરે-ધીરે ફિક્કો પડતો જાય છે. વાળ કાળા કરવા માટે તમે બજારમાં મળતી હેરડાઈનો ઉપયોગ પણ કરી શકો છો. તમે વાળને જો કુદરતી રીતે કાળા કરવા માગતા હોવ તો અહીં આપેલા ઉપાયો અજમાવો.

2 ટી સ્પૂન મેંહદી પાઉડર, 1 ટી સ્પૂન દહીં, 1 ટી સ્પૂન મેથીની પેસ્ટ, 3 ટી સ્પૂન કોફી, 2 ટી સ્પૂન તુલસીનાં પાનની પેસ્ટ અને 3 ટેબલ સ્પૂન ફુદીનાનાં પાનનો રસ મેળવીને વાળમાં લગાવો. ત્રણ કલાક બાદ શેમ્પૂ કરી લો. સફેદ વાળથી છુટકારો મેળવવા આ ઉપચાર નિયમિત કરો.