આ રીતે નેચરલી તમારા સફેદ વાળને બ્લેક કરો

13 May, 2016

 નાની ઉંમરે વાળ સફેદ થવાનું કારણ મોટી સમસ્યા બની ગઈ છે તે ક્યારેક જિનેટિક કારણોના લીધે તો ક્યારેક હોર્મોન્સના ચેન્જિસના કારણે વાળ સફેદ થવા લાગે છે. સફેદ વાળને છૂપાવવા માટે લોકો હેર કલર, મહેંદીનો ઉપયોગ કરે છે. પરંતુ વાળને કાળા કરવાના ઘરેલું ઉપચારો છે જે સમસ્યાને કોઈ નુકસાન પહોંચાડ્યા વગર દૂર કરશે.

 
આંબળાઃ નાના દેખાતા આંબળા તમારા સ્વાસ્થ્ય માટે ગુણકારી છે અને સાથે તમારા સફેદ વાળની સમસ્યાને પણ દૂર કરે છે. મહેંદીમાં મેળવીને તેને માથામાં લગાવો અથવા તો આંબળાના નાના ટૂકડા કરીને તેને ગરમ નારિયેળ તેલમાં મીલાવીને તેને માથામાં લગાવો.
 

 
કાળા મરીઃ સ્વાદ વધારવાની સાથે કાળા મરીનો ઉપયોગ વાળ કાળા કરવા માટે પણ કરી શકાય છે. તેના માટે મરીના દાણાને પાણીમાં ઉકાળો અને તે પાણીથી માથુ ધુઓ. લાંબા સમયે વાળ પર તેની અસર દેખાશે.
 
કોફી અને બ્લેક ટીઃ ધોળા થયેલા વાળને બ્લેક ટી કે કોફીના અર્કથી ધોશો તો સફેદ થયેલા વાળ ફરી કાળા થવા લાગશે.
 
એલોવેરાઃ વાળમાં એલોવેરા જેલ લગાવવાથી પણ વાળ ખરવાની અને સફેદ વાળની સમસ્યાથી મુક્તિ મળે છે. એલોવેરા જેલમાં લીંબુ નાખીને તેની પેસ્ટ તૈયાર કરો અને આ પેસ્ટ વાળમાં લગાવો.
 

 
દહીં: સફેદ થયેલા વાળનો રંગ કુદરતી રીતે બદલવા માટે દહીંનો પણ ઉપયોગ કરી શકાય. હિના અને દહીંની પેસ્ટ બનાવીને તને માથામાં લગાવો. આ ઘરેલુ ઉપચારનો અઠવાડિયામાં એકવાર ઉપયોગ કરવાથી વાળા કાળા થશે.
 
ડુંગળીઃ થોડા દિવસ નહાવા જતા પહેલાં માથામાં ડુંગળીની પેસ્ટ લગાવો. સફેદ વાળા કાળા થવાની શરૂઆત થાય તે પહેલા વાળમાં ચમક આવશે અને વાળ ખરવાનું પણ અટકી જશે.