આયુર્વેદ મુજબ દૂધ ક્યારે, કઈ રીતે પીવાથી કેવા ફાયદા અને નુકસાન? જાણો

19 Nov, 2014

દૂધ કેટલું પીવું અને ક્યારે પીવું, તેનાથી કેવા લાભ અને ક્યારે પીવાથી હાનિ થશે. આ વાતને લઈને સંશય દરેક સામાન્ય માણસને થાય છે. મોટાભાગના લોકો જે રાતે દૂધનું સેવન કરે છે તેના મનમાં આ શંકા હોય છે કે રાતે દૂધ પીવું ફાયદાકારક હોય છે કે નુકસાનકારક.

 દૂધને પોષક તત્વોથી ભરપૂર આહાર માનવામાં આવે છે. દૂધ ન માત્ર પોષક તત્વોથી ભરપૂર છે પણ તેની અસર બ્રેઈન પાવર પર પણ થાય છે દૂધ પીવાથી માનસિક ક્ષમતા વધે છે. દૂધ માનવ શરીરને મોટાભાગનું પોષણ પૂરું પાડે છે. દૂધમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ પણ મળી આવે છે. દરેક ઉમરના લોકો વિશેષ કરીને સ્ત્રીઓએ દૂધનું સેવન જરૂર કરવું જોઈએ. જેથી આજે અમે તમને બતાવીશું આયુર્વેદ મુજબ દૂધ ક્યારે કેટલું પીવાથી કેવા ફાયદા અને નુકસાન થાય છે.
 
- સવારે ખાલી પેટે દૂધ પીવું ન જોઈએ. તેનાથી પેટમાં ગરબડ થઈ શકે છે. સવારે ખાલી પેટે દૂધ પીવાથી ગેસની સમસ્યા થઈ શકે છે. પરંતુ જે વ્યક્તિની સારી પાચન શક્તિ છે તે નિયમિત રૂપે દૂધ પી શકે છે.
 
- વ્યાયામ કરનારાઓ માટે સવારે દૂધ પીવું ફાયદાકારક હોય છે જેથી તેઓ ખાલી પેટે પણ દૂધ પી શકે છે.
 
- દૂધ પોતે એક સંપૂર્ણ આહાર છે. આમ તો તે સવારે પીવું લાભકારક હોય છે. તેનું પાચન સૂર્યની ગરમીથી થાય છે. જો રાતે દૂધ પીવું હોય તો સૂવાના ત્રણ કલાક પહેલા દૂધ પી લેવું જોઈએ. પરંતુ વધારે ગરમ દૂધ ન પીવું કારણ કે વધારે ગરમ દૂધ પીવાથી સ્વપ્ન દોષ થાય છે.
 
- દૂધને મીઠું બનાવવા માટે તેમાં ખાંડ ન ઉમેરો. કારણ કે મીઠું દૂધ કફનું કારક હોય છે. ખાંડ મેળવી પીવાથી કેલશ્યિમનો નાશ થઈ જાય છે જેમાં પ્રાકૃત્તિક મીઠાશ હોય છે. જેથી આયુર્વેદ મુજબ દૂધમાં મધ કે સાકર નાખીને પીવાથી તેના ફાયદા બમણા થઈ જાય છે.
 
- નાસ્તા પછી કે નમકીન કે નમક, મરચું-મસાલાથી બનેલી ચીજોની સાથે દૂધ ન પીવું જોઈએ, કારણ કે તેનાથી હાનિ થઈ શકે છે. પણ ચા, કોફી કે પાણી સાથે દૂધ લેવાથી કોઈ ખરાબ અસર થતી નથી.
 
 - સૂતા સમયે દૂધ પીવાની બાબતમાં જરૂરી શરત એ છે કે સાંજનું ભોજન કરેલા ત્રણ કલાક થઈ ચૂક્યા હોય જેથી પેટ ખાલી થઈ ચૂક્યું હોય તો જ રાતે દૂધ પીવું.
 
- સૂતા સમયે દૂધ પીવાથી લાભ થાય છે, કારણ કે તેને પીધા પછી સૂઈ જવાથી કોઈ પદાર્થ પેટમાં ન જાય તે માટે દૂધ સરળતાથી પચી જાય અને ગુણ કરે છે.
 
-રાતના સૂતા સમય પહેલા જે દૂધ પીવું તે વધારે ગરમ ન હોવું જોઈએ. હુંફાળું દૂધ પીવું વધારે લાભકારી હોય છે.
 
- આયુર્વેદ અનુસાર પણ નીંદર શરીરને કફ દોષથી પ્રભાવિત કરે છે. દૂધ પોતાના ભારેપણું, મિઠાસ અને ઠંડા સ્વભાવના કારણે કફ પ્રવૃત્તિને વધારે છે. નીંદર લાવવામાં સહાયક થાય છે. મોર્ડન સાયન્સ માને છે કે દૂધ નીંદર લાવવામાં મદદરૂપ થાય છે. આથી સેરોટોનિન હોર્મોન પણ નીકળે છે, જે મગજને શાંત કરવામાં મદદ રૂપ થાય છે.
 
જ્યારે દૂધ પીવો તો આ વાતો ધ્યાન રાખોઃ-
 
-અડદની દાળ ખાધા પછી દૂધ ન પીવું જોઈએ. તે સ્વાસ્થ માટે સારું નથી હોતું.
 
-દૂધની સાથે દહીં ન લેવું જોઈએ. એક સાથે દૂધ-દહી લેવાથી ત્વચા સંબંધી રોગ થવાની સંભાવનાઓ રહે છે.
 
-દૂધની સાથે મૂળા, જાંબુ, માછલી વગેરે પણ ન લેવી જોઈએ. એમ કરવાથી ત્વચા સંબંધી રોગ થઈ શકે છે.
 
-દૂધની સાથે મીઠું કે કારેલા પણ ન લેવા જોઈએ. તે પણ સ્વાસ્થ માટે નુકસાનકારક હોઈ શકે છે.
 
-દૂધની સાથે તલ લેવા નુકસાનદાયી હોઈ શકે છે. એમ કરવાથી ત્વચા સંબંધી રોગ થવાની પૂરી સંભાવનાઓ રહે છે.
 
-દૂધ અને લીંબુ બંને સ્વાસ્થ માટે ખૂબ જ લાભદાયક હોય છે, પરંતુ તેને એકી સાથે લેવા સ્વાસ્થ માટે નુકસાનદાયી હોઈ શકે છે.
 
 
-આયુર્વેદ મુજબ દૂધ સારી રીતે એન્ટી ઓક્સિડેન્ટનું કામ કરે છે. આ શરીરમાં બનનાર વધુ એસિડને દૂર કરી દે છે. દૂધને એકદમ ઠંડુ કરીને તેમાં ગ્સૂકોઝ કે એક ચમચી ગુલકંદ મેળવીને પીવો. પેટ સાફ થઈ જશે અને એસીડીટીથી રાહત મળી જશે.
 
 -જે લોકો કબજિયાતથી વધુ પરેશાન રહે છે, તેમની માટે બદામનું તેલ સારું રહે છે. તેનાથી આંતરડાંની કાર્યક્ષમતા વધે છે. રાતના સમયે નવશેકા દૂધમાં બદામના તેલની 3 ગ્રામ માત્રા મેળવી સેવન કરો. દરરોજ તેલની થોડી માત્રા વધારીને 5-6 ગ્રામ સુધી લઈ જાઓ. થોડા દિવસો સુધી તેનું સેવન કરતા રહેવાથી વર્ષોથી પરેશાન કરતી કબજિયાત દૂર થઈ જાય છે.